RSS

Tag Archives: Changing world

પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ

Click here to read in English
‘નીતિમત્તા’ અને ‘જીવનમૂલ્યો’ શબ્દો વિશેષત: ફિલસૂફી(દર્શનશાસ્ત્ર)ના અભ્યાસમાં પ્રયોજાય છે. નીતિમત્તાને એક એવા પ્રયત્ન તરીકે ઓળખવી પડે કે જે થકી આપણે આદર્શ ચારિત્ર્યના સાર્વત્રિક સિદ્ધાંતોને ઓળખી શકીએ. નીતિમત્તા એ સામાજિક કરાર સમાન છે કે જે લાંબી સમયાવધિ દરમિયાન લોકોની અરસપરસની સહમતિથી ઘડાય છે અને ભવિષ્યની પેઢીઓમાં પણ જળવાઈ રહે છે. આ પ્રસ્થાપિત નીતિમત્તા વિષે એવી અપેક્ષા રખાય છે કે જેનું વ્યક્તિઓ દ્વારા એક પ્રકારની આચારસંહિતા તરીકે અનુસરણ થતું રહે. માનવીની વર્તણુંકને પ્રવર્તમાન નૈતિક ધારાધોરણ અનુસાર જ સારી કે નરસી તરીકે મુલવવામાં આવે છે.

નીતિમત્તા એ વર્તણુંક સાથે સંબંધિત છે,  જ્યારે જીવનમૂલ્યો માન્યતાઓ સાથે સંકળાએલાં છે. નીતિમત્તા એ લોકોનો મત પ્રદર્શિત કરે છે અને જીવનમૂલ્યો એ વ્યક્તિગત માન્યતાઓને સ્પર્શે છે. જીવનમૂલ્યો એ કારણ છે, જ્યારે નીતિમત્તા એ કાર્ય કે પરિણામ છે; અર્થાત્ જેવાં મૂલ્યો તેવી નીતિમત્તા બને. આમ આ બંને એકબીજાનાં પૂરક છે. જીવનમૂલ્યો સમયાંતરે, જુદાંજુદાં સ્થળે, વિભિન્ન વાતાવરણે અને માણસોના બદલાતા જતા વિચારો સાથે બદલાતાં રહે. એ બધાં વ્યક્તિ થકી નિપજે અને કુટુંબો, જ્ઞાતિઓ, સમાજો અને રાષ્ટ્રોની પ્રજાઓ દ્વારા વિકાસ પામે; અને લાંબા ગાળે તેઓ નીતિમત્તાના સિદ્ધાંતો, સંસ્કૃતિનાં તત્વો કે જગતની સભ્યતામાં પરિવર્તિત થાય.

Read the rest of this entry »

 

Tags: , , , , , , ,