RSS

Tag Archives: Death

(૩૭૭) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘અમે સાત છીએ’ (We Are Seven) – વિલિયમ વર્ડ્ઝવર્થ (અંગ્રેજી કાવ્ય)

Click here to read in English

‘ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન’ શ્રેણીમાં વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth) ના કાવ્ય ‘અમે સાત છીએ’ (We Are Seven) ના રસદર્શનને રજૂ કરવા પહેલાં તે મૂળભૂત રચનાને સર્વ પ્રથમ અંગ્રેજીમાં હું રજૂ કરું છું.  

 We Are Seven (William Wordsworth)

 —A simple Child,

That lightly draws its breath,

And feels its life in every limb,

What should it know of death?

I met a little cottage Girl:

She was eight years old, she said;

Her hair was thick with many a curl

That clustered round her head.

She had a rustic, woodland air,

And she was wildly clad:

Her eyes were fair, and very fair;

—Her beauty made me glad.

“Sisters and brothers, little Maid,

How many may you be?”

“How many? Seven in all,” she said,

And wondering looked at me.

“And where are they? I pray you tell.”

She answered, “Seven are we;

And two of us at Conway dwell,

And two are gone to sea.

“Two of us in the church-yard lie,

My sister and my brother;

And, in the church-yard cottage, I

Dwell near them with my mother.”

“You say that two at Conway dwell,

And two are gone to sea,

Yet ye are seven!—I pray you tell,

Sweet Maid, how this may be.”

Then did the little Maid reply,

“Seven boys and girls are we;

Two of us in the church-yard lie,

Beneath the church-yard tree.”

“You run about, my little Maid,

Your limbs they are alive;

If two are in the church-yard laid,

Then ye are only five.”

“Their graves are green, they may be seen,”

The little Maid replied,

“Twelve steps or more from my mother’s door,

And they are side by side.

“My stockings there I often knit,

My kerchief there I hem;

And there upon the ground I sit,

And sing a song to them.

“And often after sunset, Sir,

When it is light and fair,

I take my little porringer,

And eat my supper there.

“The first that died was sister Jane;

In bed she moaning lay,

Till God released her of her pain;

And then she went away.

“So in the church-yard she was laid;

And, when the grass was dry,

Together round her grave we played,

My brother John and I.

“And when the ground was white with snow,

And I could run and slide,

My brother John was forced to go,

And he lies by her side.”

“How many are you, then,” said I,

“If they two are in heaven?”

Quick was the little Maid’s reply,

“O Master! we are seven.”

“But they are dead; those two are dead!

Their spirits are in heaven!”

’Twas throwing words away; for still

The little Maid would have her will,

And said, “Nay, we are seven!”

* * *

આપણે કાવ્યના મુદ્દાસરના ટૂંકસારથી શરૂઆત કરીશું અને ત્યાર પછી જ આપણે કાવ્યનું વિવરણ કે વિવેચન જોઇશું.

નાનકડી ઝૂંપડીમાં રહેતી માત્ર આઠ વર્ષની એક બાળકી સાથે કવિને કબ્રસ્તાનમાં ભેટો થઇ જાય છે. તેણી એટલી બધી નજુક છે કે પોતાની બાલ્યાવસ્થામાં તે મૃત્યુ  વિષે સાવ અજાણ છે. કવિ તેને પૂછે છે, ‘તમે કેટલાં  ભાઇબહેન છો ? કવિ તરફ આશ્ચર્યભરી નજરે જોઈ રહેતી બાળકી જવાબ આપે છે, ‘કેટલાં વળી ?  અમે બધાં મળીને કુલ સાત છીએ!”

કવિના સવાલો આગળ વધે છે, ’ક્યાં છે એ બધાં?’

‘બે તો રહે છે કોનવે (Conway)માં અને બે ગયાં છે દરિયે, મારી એક બહેન અને એક ભાઇ એમ એ બે તો સૂતાં છે, આ કબ્રસ્તાનમાં અને હું અહીં રહું છું મારી મા સાથે. આમ અમે કુલ સાત છીએ.’ કબરમાં દટાઇ ચૂકેલાં એક ભાઇ અને એક બહેનને પણ તે જાણે કે તેઓ જીવતાં હોય તેમ  તેમને કુલ સાતની સંખ્યામાં ગણાવી દે છે!

હવે કવિ એ બાળકીને સમજાવે છે કે તેનાં મૃત્યુ પામેલાં બંને ભાઇબહેનને તેણે હાલ જીવતાં ભાઈભાંડુમાં ન ગણાવવાં જોઇએ. કવિ સમજાવતાં કહે છે કે,” મારી વ્હાલી ટબુડી, તું તો દોડાદોડ કરે છે, તારા શરીરના અવયવો ચેતનવંતા છે. હવે જો તારાં બે ભાંડુડાંને  કબરમાં સુવાડી દેવાયાં હોય, તો હવે તમે પાંચ જ ગણાઓ.”

પરંતુ,  એ ભોળી બાળકી તો પોતાના કથનને સાચું ઠેરવવા કંઇ કેટલીય નીચે મુજબની દલીલો કરતી રહે છે :

–  હરિયાળીમાં એક બીજીની નજીક જ આવેલી બન્ને કબરો તો તેની ઝૂપડીમાંથી જોઇ શકાય છે.

– એ કબરોની બાજૂમા બેસીને, તે કેટલીય વાર મોજાં અને રૂમાલને ગુંથતી હોય છે અને તેમના છેડાને ગડી વાળીને ઓટતી રહેતી હોય છે, તો વળી ક્યારેક તે તેમને ગીત પણ સંભળાવતી હોય છે. .

– તેઓ પણ જમવામાં પોતાને સાથ આપશે એમ માનીને તે કેટલીયવાર સાંજનું વાળુ પણ ત્યાં કરતી હોય છે.

– પહેલાં તો તેની બહેન જેન (Jane) ગુજરી ગઇ હતી, ત્યારે તે પોતે અને તેનો ભાઇ જહોન (John) તેણીની કબર પાસે રમતાં હતાં.

– થોડા સમય પછી, જહોન પણ ગુજરી ગયો અને તેની કબરને જેનની કબરની અડોઅડ જ બનાવવામાં આવી હતી.

બાળકીનાં આ સ્પષ્ટ વિધાનો સાંભળીને પણ કવિ તો તેમનો સવાલ દોહરાવે જ જાય છે, પણ બાળકી તો  “અમે સાત જ છીએ” શબ્દોમાં એટલા જ વિશ્વાસથી જવાબ વાળે છે. કવિ પણ પોતાની દલીલ આગળ આપતાં ફરીથી કહે છે કે એ બન્ને તો મૃત્યુ પામ્યાં છે અને તેઓ સ્વર્ગમાં છે; પણ તેમના પ્રયત્નો સફળ  થતા નથી. બાળકી તો પોતાની ‘અમે તો સાત, સાત ને સાત જ છીએ’ ની પોતાની માન્યતામાં અફર રહે છે.

પહેલી નજરે આ કાવ્ય તેની સરળતા અને પ્રવાહિતાની દૃષ્ટિએ એક બાળકાવ્ય જ જણાઈ આવે, પણ અહીં સચ્ચાઈ અને જૂઠાણાનું દલીલબાજી દ્વારા કવિ અને કાવ્યના બાળકીપાત્ર વચ્ચે વાક્યુદ્ધ ખેલાય છે. કવિ પોતાના પક્ષે વાસ્તવમાં તેઓ પાંચ જ ભાંડુરાં છે તેમ સાચું ઠરાવવાં પ્રયત્ન કરે છે, પણ બાળકી તો ‘અમે સાત જ છીએ’ એવા પોતાના કથન ઉપર અડગ રહે છે. કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે  જીવિત કોઈપણ જણ,  પ્રેમ અને લાગણીના મજબૂત તંતુના બંધનને કારણે, પોતાના મૃત પ્રિયજનને કદાપિ ભૂલી શકતું નથી હોતું. જીવિત વ્યક્તિ પોતાના મૃત સ્નેહીને જીવતું જ માને છે. પ્રસ્તુત કાવ્યમાં પેલી નાની બાળકી જાણે તો છે જ  કે તેનાં ભાઇબહેન હવે જીવિત  નથી. તેણી એ પણ જાણે છે કે તેમનું ભૌતિક સ્વરૂપ દૃશ્યમાન નથી, આમ છતાંય  તેણી પોતાની યાદદાસ્તમાં તેમને જીવંત જ અનુભવે છે.

જીવન અને મૃત્યુ તો કુદરતનાં સત્યો છે. કોઈપણ વ્યક્તિ આ સત્યને નકારી શકે નહિ, અને આપણે તેમને કેવી રીતે નકારી પણ શકીએ જ્યારે કે આપણે આપણી આસપાસ કેટલાંય નવાં બાળકોને જન્મતાં સાંભળતા હોઈએ અને એ જ પ્રમાણે કોઈપણ ઉંમરનાં ઘણાં લોકો વિશ્વભરમાં અવસાન પણ પામતાં હોય !  જૂનાં જાય અને નવાં આવે  એ તો દુનિયાનો ઘટનાક્ર્મ છે. આપણે જ્યાં સુધી મૃત્યુ પામીએ નહિ, ત્યાં સુધી આપણું જીવન એ જીવન છે અને એ પણ સનાતન સત્ય છે કે કોઈ એક દિવસે જીવનનો અંત પણ અવશ્ય આવવાનો જ છે.  મૃત્યુ પશ્ચાત્ શું થાય છે તેની તો આપણને પાકી ખબર નથી; પણ, પાછળ જીવતાં રહી ગએલાં સગાંઓ પર મૃત્યુ પામેલાંની થોડે ઘણે અંશે, શું અસર થાય છે તે, દેખીતી રીતે તો આપણે જાણીએ જ છીએ.

મિત્રો,’અમે સાત છીએ’ કાવ્યનું વિવરણ તો અહીં પૂરું થાય છે; પણ દરેક વખતની જેમ હું તમને મોરિઅન હૉવર્ડ (Morion Howard) નું  એક અવતરણ આપવાનું નહી ચૂકું. “જીવન એ એકદમ ટૂંકા ધાબળા સમાન છે. જો તેને જરા વધારે ઉપર ખેંચીએ તો પગનાં આંગળાં બળવો કરતાં હોય તેમ ઊઘાડાં થઈ જતાં હોય છે, અને જો તેને થોડો વધારે નીચે ખેંચીએ તો ખભામાંથી ઠંડીનું લખલખું નીકળી જતું હોય છે; પરંતુ ખુશહાલ લોકો તો પોતાના ઢીંચણ ઊંચા ખેંચી લઈને રાતની હુંફને માણી લેતા હોય  છે.”

આશા રાખું છું કે આ વિવરણ આપને ગમ્યું હશે.

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 2 (We Are Seven)” શીર્ષક હેઠળ, ૨૮મી મે, ૨૦૧૦ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , ,

(361) Best of 5 years ago this Month Jan – 2008 (9)

(361) Best of  5 years ago this Month  Jan – 2008 (9)

Click on …

Mercy Killing or Merciful Death – A Debate

The Square World – IV (Final)

– Valibhai Musa

 
Leave a comment

Posted by on January 1, 2013 in 5 years ago, લેખ

 

Tags: , , ,

(219) જાણે કે મિ. જેફ (Jeff) જીવિત જ છે!

Click here to read in English with Image

આ આર્ટિકલને લખતાં હું શબ્દાતીત વ્યથા અનુભવી રહ્યો છું, કેમકે મારા અગાઉના બ્લોગ “A full circle swallowed 22 years” (એક સંપૂર્ણ પરિક્રમા ૨૨ વર્ષ ઓહિયાં કરી ગઈ) ના નાયક (Hero) હવે આપણી વચ્ચે નથી. લેખનું શીર્ષક વિશિષ્ટ અને તત્વજ્ઞાનીય રીતે ગહન અર્થ ધરાવનારું છે, પણ અહીં તેનું અર્થઘટન કે તેની ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી.

હું લગભગ અર્ધી સદી સુધીના ભૂતકાળ તરફ પાછો ફરું છું, જ્યારે કે અમે બંને પ્રથમ વાર વોલિબોલના મેદાન ઉપર એકબીજાને મળ્યા હતા અને એ પહેલી જ મુલાકાતે અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટ્યા હતા. વર્ષો વીતતાં જતાં અમે એકબીજાના ભાઈ સમાન બની રહ્યા અને અમારી દોસ્તીની સમગ્ર સમયાવધિ દરમિયાન અમે એકબીજા સાથે હૃદયના હર્ષશોકને વહેંચતા રહ્યા. આટલા લાંબા સમય દરમિયાન છેલ્લાં સાત વર્ષને બાદ કરતાં અમે ભાગ્યે જ એકાદ હજાર દિવસ સાથે રહ્યા હોઈશું. મિ. જેફ પરદેશમાં અને હું અહીં ભારત ખાતે જ રહ્યો હોવા છતાં અમારી વચ્ચેનો નિયમિત પત્રવ્યવહાર એવો રહ્યો કે અમને કદીય એવું લાગ્યું ન હતું કે અમારી વચ્ચેનું ભૌતિક અંતર અમને એકબીજાથી વિખુટા પાડી શક્યું હોય! Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

Click here to read in English with Image

મારા કેટલાક વાંચકોએ જુન ૧૨, ૨૦૦૮ થી મારા બ્લોગ ઉપર મારા કોઈ આર્ટિકલ ન દેખાતાં મને પૃચ્છા કરી હતી. મારા કારોબારના આ દિવસોમાં મારી વ્યસ્તતાના કારણે હું મારી બ્લોગીંગ પ્રવૃત્તિમાં થોડોક નિષ્ક્રીય હતો. એવામાં મારા એક મિત્રે અચકાતાં અચકાતાં મને મેઈલ કરી હતી કે હું મારી તબિયત બાબતે સ્વસ્થ છું કે કેમ! આ મેઈલનો ગર્ભિત ભાવ એવો હતો કે તેઓશ્રી કદાચ જાણવા માગતા હતા કે હું જીવિત છું! ઈશ્વરકૃપાએ હું તો અહીં છું, પણ આજે ‘કોઈક’ સર્વશક્તિમાન સર્જનહારના સાન્નિધ્યમાં છે. મલૈકુલ મોત (યમદૂત) દ્વારા કદાચ કોઈ ભૂલ થઈ હશે કે શું (હું લોહીના ઊંચા દબાણનો દર્દી છું), પણ આજના દિવસે આપણા વ્હાલા માનવંતા મહાનુભાવ જનાબ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબની રૂહનું આ ફાની દુનિયામાંથી અનંત અને અજ્ઞાત એવી દુનિયા તરફ પ્રયાણ થયું છે. બ્લોગીંગ જગતના નભોમંડળમાંથી આજે ‘સુફી’ નામનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે. Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

Click here to read in English with Image of our mother

આજે માતૃદિન નથી કે જેને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ, મારા મનથી તો પ્રત્યેક દિવસ માતૃદિવસ જ છે. ધ્વનિ જોશી નામે ગુજરાતી બ્લોગર એક જગ્યાએ પોતાનાં માતુશ્રી પરત્વેની લાગણીને આલંકારિક ભાષામાં અભિવ્યક્ત કરતાં આ રીતે લખે છે કે માતાના ઉપકારોને યોગ્ય રીતે બિરદાવવા માટે પૃથ્વી જેવડા મોટા ખડિયામાંની શાહી અને આકાશ જેવડો વિશાળ કાગળ પણ અપર્યાપ્ત બની રહે. આમ છતાંય માતાએ પણ બાળકોનો ઉછેર કરતી વખતે પોતાને આદર્શ માતા તરીકેની પ્રશંસાને લાયક બનાવવી પડે. એ સર્વશક્તિમાન ઈશ્વરની અસીમ કૃપા છે કે તેણે સ્ત્રીને સ્વભાવથી જ માતૃત્વની લાગણીથી નવાજી છે. માતૃત્વ એ કંઈ એવો વિષય નથી કે જેને માતાઓને શીખવવાની જરૂર પડે. આમ છતાંય આજકાલ વ્યાવસાયિક અને સ્વૈચ્છિક જાહેર સેવાકીય સંસ્થાઓ દ્વારા માતૃત્વને સમજાવવા માટેનાં વિપુલ સાહિત્યો અને માર્ગદર્શન કેન્દ્રો ઉપલબ્ધ છે. Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,