RSS

Tag Archives: dummy

(205) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – ૨ (સંપૂર્ણ)

શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના સૂચન ઉપરાંત માનનીય રેખાબેન સિંધલે પણ મને મારા લેખમાં આગળ વધવા વિચારશીલ એક એવો મુદ્દો પૂરો પાડ્યો છે કે લાગણીઓનું માત્ર જતન કરવાની વૃત્તિ કોઈ પ્રખર સત્ય કે સૈદ્ધાંતિક બાબતની અવગણનાનું કારણ ન બનવી જોઈએ.

અમારી કોન્ફરન્સના બીજા દિવસની સવારે બધા પોતપોતાના રૂમમાં સ્નાનશૌચાદિની ક્રિયાઓ પતાવ્યા બાદ અમારા D.M.ના રૂમમાં નાસ્તાપાણી માટે એકત્ર થયા હતા. બધા આગલી રાત્રિના સ્વપ્નિલ રાજાપાઠમાંથી ડાહ્યીડમરી પ્રજા જેવા બનીને નાસ્તાની ટ્રોલીનો ઈંતજાર કરી રહ્યા હતા, ત્યાંતો આખાબોલા એક ડિલર ભાઈએ અમારા D.M.નો ઉધડો લેતાં કહ્યું કે ‘તમારી કંપનીએ ગઈ રાતે સાવ ઘટિયા ક્વોલિટીનો દારૂ પૂરો પાડ્યો હોવાના કારણે મારી તો ગરદન જ સાવ જકડાઈ ગઈ છે. આજે રાત્રે તો હું મારા અંગત ખર્ચે બધાયને જલસા કરાવવાનો છું. બહારની Liquor Shopમાંથી એવી તો અફલાતુન આઈટમ લઈ આવીશ કે તમે લોકોએ તમારી આખી જિંદગીમાં એવી ચાખી પણ નહિ હોય, કેમ વલીભાઈ ખરું ને!’ Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,

‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક એ મારા મૂળ અંગ્રેજી શીર્ષક “No scarcity of Jacks of all! નો ભાવાનુવાદ છે, એટલે શબ્દે શબ્દ મેળવી લેવાની કડાકૂટમાં પડતા નહિ! મારા વિષયમાં બદલાવ લાવવા તથા તમારું દિલ બહેલાવવા આજે હું તમારી સામે ઉપસ્થિત છું. મારી ભૂતકાલીન યાદદાસ્તમાંથી કોઈક ઘટનાઓને અહીં રજૂ કરું તે પહેલાં હું Jack શબ્દને થોડોક જુદી જ રીતે મરડું છું. વાહનમાલિકો ‘Jack’ વિષે સારી જાણકારી ધરાવતા હોય છે. આપણે પણ જાણતા હોઈએ છીએ કે વર્કશોપ કે વાહનો માટેનું આ સાધન બધા જ પ્રકારનાં હળવાંથી માંડીને ભારે વાહનોનો ભાર ખમે છે અને એક નમ્ર સેવકની જેમ તેનું સ્થાન હંમેશાં જમીન ઉપર જ રાખે છે. તે કદીયે માલિકપણાનો ભાવ બતાવવા ઊંચુ સ્થાન ગ્રહણ કરતો નથી. વળી Jack એ સંજ્ઞાવાચક નામ પણ છે અને બાળકોના અંગ્રેજી પૂર્વ પ્રાથમિક કક્ષાના અભ્યાસમાં એ નામવાળાં તાલબદ્ધ ગેય કાવ્યો પણ છે, જેવાં કે “Jack and Jill, went up the Hill” અને “Little Jack Horner, sat in the Corner”. પણ અહીં મારે એ બધાં Jack નામધારી છોકરાંવ સાથે કોઈ મતલબ નથી.

આલંકારિક કે મુહાવરા રૂપે બોલાતું ‘Jack of all, but Master of none’ એ કથન સામાન્ય રીતે ગમે તે વ્યક્તિને લાગુ પડે છે, નહિ કે ખાસ કોઈ Jack નામે વ્યક્તિ કે પછી ઉપર ઉલ્લેખાએલ વર્કશોપના Jack એ સાધનને! આ મુહાવરો એવી વ્યક્તિને અનુલક્ષીને વપરાય છે કે જે ઘણાં બધાં કામોમાં જાણકારી ધરાવનાર હોઈ શકે, પણ કોઈ એકાદમાં પણ શ્રેષ્ઠ પ્રભુત્વ તો ન જ ધરાવતી હોય. વળી માત્ર ‘Jack of all’ જ બોલાતું હોય, ત્યારે તેનો છાયા અર્થ એવો પણ લેવાય છે કે જે તે વ્યક્તિ એવી કાબેલ હોય કે જે બધી જ પરિસ્થિતિઓને ચપળતાપૂર્વક પહોંચી વળવા સક્ષમ હોય.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , ,