RSS

Tag Archives: Exposition

(510) Best of the year 2012 (2)

You may click on

(311) છેલ્લો એક પાસો!

(૩૧૩) સો સો સલામ!

(૩૧૫) મારી હંગામી જહાંગીરી ફકીરી!

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૧૭) રંગલો ન થવું હોય તો! (હાસ્યકાવ્ય)

(૩૨૦) નિજ ચક્ષુ તણી ભીની પાંપણે! (વ્યંગ કાવ્ય)

(૩૨૫) સુરેશભાઈ જાની કૃત ‘અવલોકન’ ઉપરનું મારું અવલોકન

( ૩૨૭) વિલિયમનાં હાસ્ય હાઈકુ (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ (૧)

(૩૨૮) મારાં હાઈકુ ભાગ – ૭ (ક્રમાંક ૯૦ થી ૧૦૯)

(329) In Light Mood (Introduction) – Prof. Mukesh Raval (2)

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

(૩૩૧) મારાં હાઈકુ ભાગ – ૮ (ક્રમાંક ૧૧૦ થી ૧૨૯)

(૩૩૨) મારાં હાઈકુ ભાગ – ૯ (ક્રમાંક ૧૩૦ થી ૧૪૯)

(૩૩૩) મારાં હાઈકુ ભાગ – ૧૦ (ક્રમાંક ૧૫૦ થી ૧૬૯)

(૩૩૫) મારી કલમે હું

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

(૩૪૨) કૌન ગીરા? (વ્યંગ કાવ્ય)

(348) An Exposition of a Poem: ‘A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૩૫૮) હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)

– Valibhai Musa

 

Tags: , , , , , , ,

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬) 

The Wedding Night

The Luna
with all its celestial light,
poured from the sky the magic white,
on the newly wedded bride.

The cool breeze on terrace
played with her locks
like the wind playing with water.
The chill fondled on her face
as surfs do gently shatter.

Suddenly
a sonic boom
a mild heart quake,
fission in the blood cells,
as she travelled fast into the past.
The dead leaves from old books
suddenly became green.

The ancestral bangles on the hand
identified the anguish of blood within.
Her obedient heart hurriedly
shut the lids of grave.
The cunning mind assessed
the agony to be borne.

Confused she stared
like a drowning ship in the storm.
The past merged into the present,
memories compromised with reality.
A cloud veiled the moon.

Darkness transformed her into night
a wedding night
the sun on her forehead rose at the midnight.

      – Mukesh Raval
        (Pots of Urthona)

    * * * * *   

પિયુ પરણ્યાની રાતડી પહેલી

ચાંદલિયો
નિજ દિવ્ય પ્રકાશ થકી,
વેરી રહ્યો હતો મદહોશ ચાંદની નભમંડલેથી
એ નવવધૂ ઉપરે.

શીત પવન તણી હળવી લહેર
અગાશી સ્થિત તેઉના વાળની લટ સંગ કરે ક્રિડા
જ્યમ વાયુ ખેલતો જલસપાટી ઉપરે.

ઠંડીય વળી તેના વદનને લાડ લડવતી
જ્યમ મોજાં દરિયા કેરાં હળવેકથી આલિંગતાં એકમેકને.

અચાનક
વેગીલા વિમાન તણી ઘડઘડાટી. ઊઠતી
અને ચિરાડો પડતી રક્તપેશીઓ મહીં,
જગાવે ઉરે ધ્રૂજારી પણ હળવી,
ને ડૂબકી લગાવતી એ ભૂતકાળની ભીતરે.

નિજ જીવનકિતાબ મહીંનાં એ શુષ્ક પર્ણો
થાયે હરિત સાવ એ અચાનક.

વંશાનુગત પ્રાપ્ય નિજ કરકંકણ
પામી ગયાં ધબકતા રુધિર તણી આંતરવેદનાને.
કહ્યાગરા નિજ હૃદયે ત્વરાએ
કર્યાં બંધ ઢાંકણ દફનાયેલ યાદો તણી એ કબરનાં.

ખંધા ચિત્તે વળી કળી લીધા
આગામી જીવનસંઘર્ષો અનુકૂલન તણા.
વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી.

વાદળે લપેટ્યો ચાંદને,
અંધકાર પલટાયો રાત્રિ મહીં
ને બની ગઈ એ મધુરજની.

અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ
ભાલપ્રદેશે મધ્યરાતે !

               * * * * *

     – મુકેશ રાવલ (Pots of Urthona/કલ્પનાનાં પાત્રો)
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન:

આપણે આ કાવ્યના રસદર્શને આગળ વધીએ તે પહેલાં ‘રસદર્શન’ અને ‘વિવેચન’ શબ્દોને થોડાક સમજી લઈએ. અંગ્રેજીમાં આ બંને શબ્દો માટે અનુક્રમે ‘Exposition’ અને ‘Criticism’ શબ્દો છે. ‘રસદર્શન’માં જે તે કાવ્યમાં જે કંઈ નિરુપાયું છે તેને ખુલ્લું કરવામાં આવતું હોય છે અને તેમાંના રસતત્ત્વને ઉજાગર કરવામાં આવતું હોય છે; જ્યારે ‘વિવેચન’માં રસદર્શન તો હોય જ છે, પણ વિશેષમાં કાવ્યમાંના ગુણ અને દોષ બંનેની ચર્ચા પણ થતી હોય છે અને તેથી તે થોડુંક વિશ્લેષણાત્મક બની રહે છે.

અહીં તો આપણે મુકેશભાઈના આ કાવ્યનું રસદર્શન જ માણીશુ અને હું ઇચ્છું તોયે તેનું વિવેચન તો નહિ જ કરી શકું; કારણ કે કાવ્યનો માત્ર વિષય જ નહિ, પરંતુ એની કવનશૈલી પણ એવી બેનમૂન બની રહી છે કે તેના માટે સાવ દેશી શબ્દપ્રયોગે કહું તો તે સંઘેડાઉતાર છે. હાથીદાંતનાં બલૌયાંને સુંવાળપ આવી ગયા પછી સંઘેડા (Lathe) ઉપરથી ઉતારી લેવામાં આવે, ત્યારપછી તેના ઉપર કોઈ જ પ્રક્રિયાને અવકાશ રહે જ નહિ; બસ એમ જ આ કાવ્ય સાંગોપાંગ એવી રીતે પાર પડ્યું છે કે તેના વિવેચનમાં કોઈ ક્ષતિ તો શોધીય જડે તેમ નથી. આમ આ અર્થમાં જ મેં કહ્યું છે કે આનું વિવેચન તો નહિ જ થઈ શકે.

હવે આપણે કાવ્યના રસદર્શને આવીને પ્રથમ શીર્ષકને અવલોકીએ તો તે આપણને શૃંગારરસની એંધાણી જતાવ્યા વગર રહેશે નહિ. મધુરજની એ નવવિવાહિત દંપતી માટેની એવી સલૂણી રાત્રિ છે કે જે એ યુગલ માટે એ જીવનભરનું સંભારણું બની રહે છે. પરંતુ આપણા કવિની એમનાં એવાં કેટલાંક કાવ્યોની જેમ અહીં પણ એવી લાક્ષાણિક્તા જોવા મળે છે કે કવિ બતાવે છે કંઈક જુદું અને આપે છે કંઈક જુદું ! આ કંઈ પેલા શઠ વેપારી જેવી વાત નથી કે નમૂનો તો સારો બતાવી દે, પણ નરસું જ પધરાવી દે. અહીં તો કવિની કંઈક જુદી જ વાત છે. આ કાવ્યમાં મધુરજનીનો પ્રારંભનો જેટલો અંશ અભિવ્યક્ત થયો છે તે કંઈક વિશિષ્ઠ બની રહ્યો છે, એ અર્થમાં કે અહીં માત્ર નવવધૂ જ દેખા દે છે. પિયુના શયનખંડમાંના પ્રવેશ પહેલાં કવિ આપણને તેને અગાશીમાં ઊભેલી બતાવે છે અને કાવ્યના પ્રારંભે જ મનહર શબ્દચિત્ર ભાવકનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ ખડું થાય છે.

કાવ્યનાયિકાના પિયુ સાથેના સુખશય્યામાં થનારા મિલન પૂર્વે જ પ્રાકૃતિક તત્ત્વોનો સહારો લઈને કવિ અહીં શૃંગારમય વાતાવરણ ઊભું કરે છે. આકાશમાંનો ચમકતો દમકતો ચાંદલિયો મદહોશ કરી દેતી ચાંદનીનો નવોઢા ઉપર અભિષેક કરે છે. તો વળી શીત પવનની હળવી લહેર તેના મસ્તકના કેશની લટ સાથે એવી રમત રમે છે, જેવી રીતે કે જલસપાટી ઉપર હળવે હળવેથી વાયુ પસાર થઈ જતો હોય ! ફૂલગુલાબી ઠંડી પણ દરિયાનાં એકબીજાંને આલિંગતાં મોજાંની જેમ તેના વદનને લાડ લડાવે છે. આમ શૃંગારરસના ઉદ્દીપનવિભાવની જમાવટ થવા સાથે વાચક કાવ્યના શાંતરસને માણે છે. કાવ્યનાયિકા પણ શાંતચિત્તે એકલી ઊભીઊભી એ પ્રાકૃતિક તત્ત્વોને પોતાની સાથે રમી લેવાની જાણે કે મોકળાશ આપે છે. મધુરજની એ દંપતી માટે કૌમાર્ય સ્થિતિમાંથી પરીણિત સ્થિતિમાં પરિવર્તિત થવા માટેનો સંધિકાળ છે. અજનબી બે પાત્રો સદેહે એક એક મળીને બે થનારાં હોય છે અને વળી પાછાં એક્બીજાંના પ્રેમમાં ઓતપ્રોત થતાં વળી એ જ પાછાં બેમાંથી એક થવાનાં હોય છે. આમાંય વળી નવોઢાની મૂંઝવણ તો અકળ અને અકથ્ય હોય છે, કેમ કે તેણે પિતૃગૃહ તજીને પિયુના નવીનગૃહમાં અને તેના હૃદયમાં સ્થાન ગ્રહણ કરવાનું હોય છે.

આમ છતાંય અગાશીમાં ઊભેલી આપણા કાવ્યમાંની આ નવોઢા શાંત અને સ્વસ્થ છે, પણ..પણ અચાનક આ શું ? એક વિમાન આકાશપટમાં ધસી આવે છે, જેની ઘડઘડાટી નવોઢાને આંતરિક રીતે હચમચાવી દે છે. માત્ર એ નવોઢા જ નહિ, કાવ્યનો ભાવક પણ તેની સાથે હલબલી ઊઠે છે. અહીં કવિકર્મ અને તેમની કાબેલિયતની પરખ થાય છે. શાંતરસમાંથી ભયાનકરસ તરફની ગજબની સંક્રાંતિ આપણાથી અહીં અનુભવાય છે. (જો કે સાહિત્યના રસોના પ્રકાર તરીકે ’ભયાનક રસ’ એમ ભલે અહીં લખવામાં આવ્યું હોય, પણ અહીં આપણે ‘ભયજનક’ એવો મૃદુ અર્થ લઈશું.). આકાશમાંથી પસાર થતા એ વિમાનના અવાજથી એ નવોઢા પોતાની વિચારતંદ્રામાંથી ઝબકીને જાગી જાય છે. વળી એટલું જ નહિ, પણ વિમાનનો એ પ્રચંડ ધ્વનિ નવોઢાની રક્તવાહિનીઓને જાણે કે ચીરી નાખે છે અને તેનું હૃદય થડકી ઊઠે છે. એ અવાજ નાયિકાને તેના વર્તમાનકાલીન વિચારોમાંથી બહાર કાઢીને ભૂતકાળ તરફ ધકેલી દે છે. પિયાઘરે આવવા પહેલાંના તેના વ્યતીત જીવન રૂપી કિતાબ વચ્ચેનાં શુષ્ક પર્ણો નવપલ્લવિત થાય છે, અર્થાત્ હાલ સુધીના પોતાના જીવનની યાદોને જે એણે ભુલાવી દીધી હતી તે એકદમ તાજી થઈ જાય છે.

વિમાનના એ ઓચિંતા અવાજે નવોઢાના દિલોદિમાગ ઉપર કેવી અસર જન્માવી છે તે સીધે સીધું ન દર્શાવતાં કવિ તેનાં કરકંકણોનો સહારો લઈને તેમના માધ્યમે તેની આંતરવેદનાને ઉજાગર કરે છે. વળી એ કંકણોને ‘વંશાનુગત પ્રાપ્ય’ ગણાવીને કવિ એ નવોઢાને સાંભળવા મળેલાં પેઢી દર પેઢીનાં સંસ્મરણોને તાજાં કરાવે છે. અહીં કવિનો એક્માત્ર વિશેષણ શબ્દ ‘વંશાનુગત (ancestral)’ લાઘવ્યનો ઉત્તમ નમૂનો પુરવાર થાય છે. વિશ્વભરમાં મોટાભાગે પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ સ્ત્રીએ જ પતિગૃહે જવું પડતું હોય છે અને આમ સ્ત્રીએ બ્રાહ્મણોની જેમ દ્વિજ (બે વખત જન્મનાર એટલે કે માતૃકૂખે જન્મ અને ઉપવીત-સંસ્કારક્રિયા) બનવું પડતું હોય છે. આમ પિયુ પરણ્યાની પહેલી રાતલડીએ નવવધૂએ અજાણ્યા જણ અને અજાણ્યાં લોકની સાથે પોતાનું નવજીવન શરૂ કરવાનું હોય છે. હવે ‘નવું’ જ્યારે શરૂ કરવાનું જ હોય, ત્યારે એ નવોઢાએ ‘જૂનું’ તો વિસારવું જ રહ્યું અને તેથી જ તો આ કાવ્યકન્યાનું કહ્યાગરું હૃદય ત્વરિત જ માની જાય છે અને તે દફનાયેલી યાદદાસ્તની કબરના ઢાંકણને સદાયને માટે બંધ કરી દે છે. નવોઢાનું હૃદય ભૂતકાળને ભૂલવા માટે આમ સહાયક બન્યું, તો વળી તેનું ચિત્ત પણ વર્તમાનકાલીન વાસ્તવિકતાઓને સ્વીકારી લઈને પતિના ઘરના નવીન વાતાવરણમાં અનુકૂલન સાધવા માટેની સજ્જતાને ધારણ કરાવી દે છે. કાવ્યના આ શબ્દો

“વ્યાકુળ નયને જોતી જ રહી એ
તોફાન મહીં બૂડતા વહાણની જેમ.
કિંતુ ભૂત-વર્તમાન થયાં એકાકાર
ને સ્મૃતિઓએ વાસ્તવિકતા સાથે સાધી સમજૂતી”

કાવ્યનાયિકાના વૈચારિક સંઘર્ષનું સમાધાન કરાવી આપવા માટે સમર્થ પુરવાર થાય છે. આમ કાવ્યનાયિકા રાગ અને ત્યાગના દ્વંદ્વની વચ્ચેની વ્યથાભરી મનોદશામાંથી બહાર નીકળી જાય છે.

કવિ કાવ્યના સમાપને આવતાં પ્રારંભના મદહોશ ચાંદનીની વર્ષા વરસાવતા ચંદ્રને વળી પાછા લાવી તો દે છે, પણ આ વખતે તેના ઉપર વાદળનું આવરણ છવાયેલું દર્શાવે છે. આમ પૂરબહાર ચાંદની ખીલેલી એ રાત્રિ જે પહેલાં દિવસ સમાન ભાસતી હતી, તે હવે અંધકારના કારણે સાચા અર્થમાં રજની (રાત્રિ) જ બની જાય છે અને આ કાવ્યના સંદર્ભે તો એ નવવધૂ અને તેના પિયુ માટેની મધુરજની જ બની રહે છે. ભૂતકાળમાં સરી પડેલી અને ક્ષણિક વિષાદમાં ઘેરાઈ ગએલી કાવ્યનાયિકા હવે વર્તમાનમાં આવી જતાં પ્રફુલ્લિત થઈ જાય છે. જીવનની અણમોલ આ સોહાગરાતને માણવા માટે ભૂતકાલીન જીવનની એ યાદોને ખંખેરી નાખે છે અને તેના કપોલપ્રદેશ ઉપરનો સૌભાગ્યનો લાલ ચાંદલો એવો ઝળહળી ઊઠે છે, જાણે કે મધ્યરાત્રિએ ચેતના જગાવતો સૂર્ય ન ઊગી નીકળ્યો હોય !

ચાલો ને, આપણ્રે કવિની આ પંક્તિઓ “અહો ! કેવો ઝળહળી ઊઠ્યો લાલ રવિ, ભાલપ્રદેશે મધ્યરાતે !”ને માણીએ અને વળી મનમાં કવિ માટે ગણગણીએ પણ ખરા કે “અહો ! કેવી મધુરજની કવિએ કવી પિયુ વિણ, અને કઠે ના તોયે તેઉ તણી અનુપસ્થિતિ જરીય !”

સમાપને, સન્માનીય મુકેશભાઈનો ખાસ આ કાવ્યના રસદર્શન હેઠળ તેમણે મહોર મારી આપેલા ગુજરાતી શીર્ષક ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ સબબે આભાર માનું છું. મેં વૈકલ્પિક ‘સુહાગરાત’ અને ‘મધુરજની’ શબ્દો પણ સૂચવ્યા હતા, જેમને મેં શીર્ષકે તો નહિ, પણ રસદર્શનના ફકરાઓમાં મારા આત્મસંતોષ માટે પ્રયોજ્યા છે. વાચકો પણ કબૂલ કરશે જ કે ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી’ શબ્દ જ કાવ્યના કપોલપ્રદેશ સમા એવા શીર્ષકે ઝળહળતા લાલ રવિની જેમ સાચે જ દીપી ઊઠે છે. વળી જૂની પેઢીનાં અને એમના જમાનાનાં શ્વેતશ્યામ ચલચિત્રોનાં સાક્ષી બની રહેલાં મારાં સમવયસ્ક એવાં જરઠજનોને એક ચલચિત્રના ગીતના મુખડાના શબ્દો ‘પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મારે ઉજાગરો’ની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

-વલીભાઈ મુસા

(ભાવાનુવાદક અને રસદર્શનકાર)

* * * * *

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – +૯૧ ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , , , , , , , , , , , , , , ,

(249) Expositions of Chosen Poems – 3 (The Flute Vendor-A Gujarati Poem)

(249) Expositions of Chosen Poems – 3 (The Flute Vendor-A Gujarati Poem)

Click here to read in Gujarati

My friend Mr. Sharad Shah of Ahmedabad had commented my earlier post of this kind. It was an English poem of William Wordsworth titled as “We are Seven”. In his opinion, Indian poetry like written in Gujarati, Hindi and any other Regional languages compared to English ones have much more taste and beauty. In reply to his comment, I had only written that we cannot make any generalization that particular language has very good literature and others don’t have. It is true that the literature of Indian Regional languages could not spread worldwide in spite of being it superior. It is but natural that any literature written or translated in any International language has much more scope to spread.

Today, I am determined to give my exposition of a Gujarati poem titled in English as “The Flute Vendor” written by the Late Umashankar Joshi {1911-1988), a renowned Man of Letters of his times and will be remembered for the years to come as and when Gujarati language and its literature is going to be discussed. Mr. Joshi had received many literary awards.

By the way, I am tempted to say that during the course of my Post Graduation, I was awarded the Certificate of Extempore Speech Competition with second rank by Umashankar Joshi, the Chief Guest of the Function of College Annual Day then. I picked up a cover of the unknown subject on the stage and just like the improvisator, I had delivered my speech on the subject “If Mahatma Gandhi were alive!”.

Before to proceed on my exposition of the poem, my Readers will have to be familiar with the poem in discusstion. I am going to give you the poem in Gujarati first and then its translation in English in its poetry form.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !
હેલી અમીની વરસાવો કાને !
ચચ્ચાર આને !
હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,
રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,
શ્રમીણકોને અમથું રિબાવતો,
બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે
વેગે જતી ગાડી મહીં લપાઈ જે
બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’
ના કોઈ માને
અને ખભે વાંસળી-જૂથ એનું
થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’
લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !
‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’
‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,
છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.
ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી,
અષાઢની સાંજની ઝરમરોમાં
સૂરો તણાં રંગધનુ ઉડાવતી,
એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો
બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી
બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,
ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”
“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

This is a Free verse poem i.e. without any metre/s written in free style rhyme and also just like telling a story on a particular episode. The hero of the poem is both a workman and also an artist. In the beginning of the poem, his role seems to be of a hawker or a vendor of flutes. By carrying the bunch of flutes on his shoulder, he verbally advertises for his product in his different slogans spoken in flowers of speech. All his efforts prove to be in vain. The certain class of the people have no any value of flutes in their minds. The flute is just like a commodity for them made of a narrow hollow bamboo with very simple workmanship of some holes to be opened and closed with the finger-tips while blowing the air from mouth from one end of the flute played vertically or horizontally. Some labor-like common people cannot afford four annas of the flute and hence they bargain and demand the flute at one anna a piece.

In my view the original Gujarati text of the translated line as “This is no firewood stock” indicates that he would rather use the unsold flutes as fire-wood but won’t sell the flute for one anna. He wandered and wandered through streets but the burden of the flutes did not decrease from his shoulder. He was not disappointed with the flop day of his business. He drew a flute from the bunch and began to play. This was his live advertisement and as a result a girl gets attracted. She leaned from the window and by clapping tried to call him for the purchase of a flute. But now, the flute vendor was engrossed in playing the flute and therefore he could not pay attention towards this prospective customer. His ears were engaged with hearing the tune of his flute. This time he was neither a workman nor a salesman of the flutes, but he was an Artist, a true Artist.

Thus the poem ends in such style of a Shakespearian Sonnet as “Ears immersed in lilt the vendor, remained oblivious of the customer.”

– Valibhai Musa


 

Tags: , , , , , , ,

William’s Tales – તૃતીય બ્લોગજયંતીની પૂર્વ સંધ્યાએ…

સહૃદયી વાંચકવૃંદ, અન્ય બ્લોગર-નેટર મિત્રો અને શુભચિંતકો,

સાદર સલામ/પ્રણામ.

મારી તૃતીય વર્ષની બ્લોગ પ્રવૃત્તિ વિષેનો વાર્ષિક લેખ અને તા. ૦૫-૦૫-૨૦૦૭ ના રોજ પ્રસિદ્ધ થએલા મારા પહેલા સંક્ષિપ્ત આર્ટિકલ “A Free  Home” નો અનુવાદ (મુક્ત ઘર) આવતી કાલે તમને વાંચવા મળશે. આજે આ લેખમાં હું મારા અગાઉના આર્ટિકલ “A Round-Up of my 100 Articles” માં જેમ મારા ૧૦૦ આર્ટિકલની Link (કોઈમાં Link Update ન થવાના કારણે જૂની Themeવાળા Home Pageમાં પણ જે તે આર્ટિકલ દેખાઈ શકે છે!) સાથેની યાદી આપી હતી, તે જ રીતે અહીં આ લેખમાં માત્ર ત્રીજા વર્ષની ક્રમાંક ૧૦૧થી શરૂ થતી Link સાથેની સંપૂર્ણ યાદી મૂકવામાં આવે છે, જેનો મને ખૂબ જ  આનંદ છે.

તા. ૧૦ મે, ૨૦૦૯ના રોજ સ્થાનિક ટ્રસ્ટ Ascent  Foundation (આદર્શ લાયબ્રેરી)ના ઉપક્રમે અન્ય બે વ્યક્તિત્વોની પ્રશસ્તિ અને મારા બ્લોગને ૧૦૦ આર્ટિકલ સાથે બે વર્ષ પૂરાં થવા નિમિત્તે  એક સન્માન સમારંભ યોજાયો હતો, જેનો અહેવાલ શ્રી કરીમભાઈ વી. હાડાએ “Expressing Feeling of Honor and Gratitude” આર્ટિકલમાં આપ્યો છે. આ કાર્યક્રમમાં વક્તાઓએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે મારા અંગ્રેજીમાં પ્રસિદ્ધ થએલા ૧૦૦ આર્ટિકલ પૈકી શક્ય તેટલા વધુ આર્ટિકલનો ગુજરાતી અનુવાદ બ્લોગ ઉપર મુકાય તો અંગ્રેજી ન સમજી શકનારા વાંચકો પણ તેનો લાભ લઈ શકે. વળી તેમની લાગણી સાથેની માગણી એ પણ રહી હતી કે અનુવાદો ઉપરાંત સીધા જ કોઈ ગુજરાતી લેખો પણ મૂકવામાં આવે.

આજે મને એ વાતની ખુશી છે કે મારી ધારણા બહાર હું મારા ૪૫ આર્ટિકલનું અનુવાદકાર્ય મારા ત્રીજા વર્ષના કાર્યકાળ દરમિયાન આપી શક્યો છું. અન્ય ૫ આર્ટિકલ સીધા જ ગુજરાતીમાં અને ૧  અનુવાદિત આર્ટિકલ  “A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)” મળીને કુલ્લે ૫૧ આર્ટિકલ ગુજરાતી અને ૨૧ આર્ટિકલ અંગ્રેજી સહિત વર્ષ દરમિયાન એકંદરે ૭૨ ની સંખ્યાના પ્રકાશનથી શ્રી વિજયકુમાર શાહે મારા બ્લોગને ‘દ્વિભાષી (Bilingual) બ્લોગ’ તરીકેની જે ઓળખ આપી છે તે યથાર્થ પુરવાર થઈ છે.

મારા ત્રીજા વર્ષના આર્ટિકલની સળંગ યાદી નીચે આપી છે, જેમના પ્રત્યેક ક્રમાંક ઉપર Click કરવાથી સીધા જ જે તે આર્ટિકલ ઉપર જઈ શકાશે.

May 2009 (3)

101. Crying, a unique expression of passions in human life

102. Expressing Feeling of Honor and Gratitude

103. What else? – Nothing, but  humor!

June 2009 (3)

104. My Comment on a Silicon Blogger’s  Post ‘Teasing’

105. Say ‘Live and Let Live’ with a humanly heart!

106. Time-pass Crazy Q&A

July 2009 (2)

107. Customary celebrations of birthdays

108. A Challenge to an Ad World – A Case Study

August 2009 (3)

109.  Friends are our destiny, either ill or good!

110.  A humorous Folktale on Stupidity

111. માણસનાં કૌટુંબિક દુશ્મનો!

September 2009 (5)

112. Human’s Ungratefulness towards the Creator the Worlds

113. Shahadat (Martyrdom) of Hajarat Imam Ali (A.S.)

114. Some well thought witty Q&A

115. Roll of Tongue for the Creation of the World more Peaceful!

116. A true story of an insane, but a sane person!

October 2009 (3)

117. My Comment on a Short Novel in Gujarati (વિવેચન)

118. Expositions  of  Chosen Poems – 1 (A Poison Tree)

119. પ્રમાણિકતા

November 2009 (7)

120. Bahlool Dana, a Gem in Rags

121. My Comment on a Gujarati Poem (વિવેચન)

122. A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

123. ઘણા સમય પહેલાં…

124. ફાનસવાળાં સન્નારી

125. આત્મહત્યા

126. ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

December 2009 (7)

127. છૂટાછેડા- કાયદેસર, પણ અનિચ્છનીય

128. ચોરસ દુનિયા – 4 (ઝિંદાને શામ – Syria)

129. ચોરસ દુનિયા – 3

130. ચોરસ દુનિયા – 2

131. ચોરસ દુનિયા – 1

132. ભ્રષ્ટાચારની પેલે પાર

133. પસ્તાવો

January 2010 (7)

134. હતાશા કે ઉત્સાહભંગ

135.આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ

136. આત્માનું પોષણ

137 ગૌરવ હત્યા

138. વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા – 2

139. વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા – 1

140. અતિ સંવેદનશીલતા

February 2010 (5)

141. ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!

142. જીવનસાથી

143. દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા

144. સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…

145. માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો’

March 2010 (13)

146. Understanding Anger and its Consequences

147. પરિવર્તિત વિશ્વમાં નીતિમત્તા અને જીવનમૂલ્યોની સ્થિતિ

148. સાચ્ચો ન્યાય

149. ML GRGOV (સાંકેતિક શીર્ષક)

150. સહજ વિનોદવૃત્તિ

151. ગાંધીગીરી’ નો ઊંધો એકડો!

152. Whether just weight and measurement is limited to trades?

153. ખરેખર દિવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (3)

154. પગરખાં પ્રક્ષેપાત્ર (મિસાઈલ) ઉપર એક ગઁભીર નોંધ–‘જવલ્લે’ જ આવા લેખ (2)

155.  એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (1)

156. પંચમ શુક્લના એક કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય

157. લોકવાયકાઓ કે અફવાઓ

158. બીજું તો શું વળી?

April 2010 (11)

159. નીતિકથાઓ અને દૃષ્ટાંતકથાઓ

160. પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!

161.  ‘સબ બંદરકે બ્યૌપારીઓ’ ની કોઈ અછત ખરી!

162. સાબિતી

163. જીવન અને સાહિત્ય

164. Much Ado for Nothing

165. મારાં હાઈકુ -3

166. ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી

167. સરવાળે શૂન્ય – એક બોધકથા

168. માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી

169. ‘મૂર્ખતા!’ – એક રમુજી બોધકથા

170. William’s Tales ની તૃતીય બ્લોગજયંતીની પૂર્વ સંધ્યાએ …

171. મુક્ત ઘર

172. 3rd Anniversary of “William’s Tales”

ગુણાનુરાગી,

વલીભાઈ મુસા

 
8 Comments

Posted by on May 4, 2010 in Article, લેખ, gujarati, Humor

 

Tags: , , , , , , , , , , , , , , ,