RSS

Tag Archives: Hypothesis

(222) હાસ્યહાઈકુ : ૮ – હાદના દાયરેથી (૨)

હાસ્ય દરબારના ભાયાઓ અને બાઈ માંણહો.

નમસ્કાર (અઢાર ફૂટ છેટેથી!)

Slow Forward જવા પહેલાં ‘હાહા’ના 8 અંક ઉપરથી મને જાણવાની તાલાવેલી થઈ છે કે કોઈ એ જણાવવાની તસ્દી લેશે કે ’અઠવાડિયા’ શબ્દમાં પ્રારંભે ‘અઠ’ છે, પણ દિવસ તો સાત છે; તો પછી ‘સપ્તવાડિયું’ કેમ નહિ? હિંદી અને ગુજરાતીમાં પણ ‘સપ્તાહ’ શબ્દ પ્રયોજાય તો છે જ! ‘અઠવાડિયા’ શબ્દની રચના પાછળની મારી એક પરિકલ્પના કે પૂર્વધારણા (Hypothesis) મારા દિમાગમાં મોજુદ છે, જેને હું કોમેન્ટ બોક્ષમાં અન્યોના આ મુદ્દે પ્રતિભાવ જાણ્યા પછી જ આપીશ. Read the rest of this entry »

 

Tags: , , , , ,

(195) ભાવપ્રતિભાવ – ૧ (સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ)

ડો. ચન્દ્રવદનભાઈ મિસ્ત્રીના બ્લોગ ઉપર ‘વ્યક્તિપરિચય-મિત્રતા’ શ્રેણીની રચનાઓને કાવ્યકૌશલ્ય કરતાં વિશેષે કરીને ભાવકૌશલ્યના પરિપ્રેક્ષ્યમાં માણવા જેવી છે. “૬૦+ ગુજરાતીઓ” ગ્રુપના હોમ પેજ તથા સ્વાગત સંદેશ ઉપર વયોવૃદ્ધોને બાળકો તરીકે સંબોધવામાં આવ્યાં છે. બાળકોની અનેક ખાસિયતો પૈકીની એક તેમની ‘નિખાલસતા’ સૌને ખૂબ જ પ્રિય હોય છે. ચન્દ્રવદનભાઈની એક બાળકના જેવી નિખાલસ અને કાલીઘેલી ભાષામાં જાણે કે લખાએલી હોય તેવી તેમની વિવિધ વિષયો ઉપરની કાવ્યરચનાઓનો બંધાણી માત્ર હું જ નહિ, પણ અનેકાનેક તેમના વાંચકો પણ છે; જેની પ્રતીતિ આપણને થાય છે જે તે રચના ઉપર ગોઠવાયે જતા કોમેન્ટ્સના ખડકલા થકી.

મારી આ કોમેન્ટના મૂળ પાટે આવું તો ચન્દ્રવદનભાઈએ મને ખાસ નિમંત્રણ પાઠવ્યું હતું કે મારે પ્રજ્ઞાબેન ઉપરના પરિચયકાવ્ય ઉપર કંઈક લખવું, જેનો મેં તાત્કાલિક પ્રત્યુત્તર તો આ શબ્દોમાં આપી દીધો હતો : “પ્રજ્ઞાબેન ઉપરની પોસ્ટ વાંચી, ત્યારનો ઉત્સુક છું કે સરસ કોમેન્ટ મૂકું. પ્રજ્ઞાબેન વિશિષ્ટ વ્યક્તિ હોઈ ખૂબ જ વિચારણાપૂર્વક લખાય તેમ હું ઈચ્છું છું. થોડોક મુડ અને ફુરસદ બેએક દિવસમાં કામને અંજામ અપાવશે જ. વિલંબમાં થોડીક તબિયતની અસ્વસ્થતા પણ કારણભૂત છે.” Read the rest of this entry »

 
 

Tags: , , , , , ,