Click here to read in English
સર્જનહારે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચિત કુટુંબમાં આપણો ફરજિયાત જન્મ આપીને તદનુસાર આપણને સગાંસંબંધીની એવી નવાજિશ કરી છે કે જેઓ આપણને કદાચ ગમે કે ન પણ ગમે ! પણ, આપણે તેનો એ બાબતમાં જરૂર આભાર માનવો જોઈએ કે તેણે મિત્રોની પસંદગી માટેની તક આપણા હવાલે કરી છે. પત્ની એ પણ મિત્ર સમાન જ છે અને જે કહો તે – તેની વરણી, પસંદગી, ગમાડવી કે ચાહવી – સઘળું આપણા ઉપર છોડ્યું છે. આ સ્વતંત્રતા પ્રેમલગ્ન કે ગોઠવણી વડે કરવામાં આવતાં લગ્ન એમ બંને પ્રકાર માટે લાગુ પડે છે. લગ્ન કે મિત્રાચારીની પસંદગીમાં આપણા ઉપર કોઈ પણ જાતની ફરજ લાદવામાં આવી નથી, કારણ કે પત્ની અને મિત્ર આપણા જન્મ પછી જ આપણા જીવનમાં પ્રવેશનાર વ્યક્તિઓ છે. બીજાં તમામ પ્રકારનાં સગાંસંબંધી જન્મગત હોઈ તેઓ જેવાં હોય કે હોઈ શકે, આપણે સ્વીકારી લીધા સિવાય કોઈ જ છૂટકો નથી પત્ની એ આપણી જીવનસંગિની અને અર્ધાંગિની હોઈ અંગ્રેજી ભાષામાં પણ Wife ઉપરાંત બીજો Better-half શબ્દ છે.
આમ,શાણો માણસ હમેશાં પત્નીની પસંદગીની બાબતમાં સભાન રહેતો હોય છે અને તેની પહેલી પસંદગી પહેલી અને આખરી રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે બધો જ સમય એ શક્ય નથી હોતું કે તે તેણીનાં ગુણ કે ચારિત્ર્યનાં બધાં જ પાસાંને દુકાનદારને ત્યાંથી ખરીદવામાં આવતી વસ્તુની જેમ અવલોકી શકે. નજીવી ખૂટતી બાબતોને પછીથી ઓપ આપી શકાય કે પછી સમાધાન પણ કરી શકાય. Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]