
Tag Archives: Liar
(234) હાસ્યહાઈકુ : ૧૬ – હાદના દાયરેથી (૧૧)
હાસ્ય હાઈકુ – ૧૬
સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી!
**************
આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે!(“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)
આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે? હાસ્ય દરબારનાં 10 અ અને 10 બ ક્રમવાળાં Twin Jewels (Mr. Liar અને Mr. Lawyer) ને તો ખાસ તાકીદ કે અહીં એવી કોઈ આડીઅવળી દલીલબાજીમાં ઊતરે નહિ, હા શું કહ્યું?
લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો કોઈ મોબાઈલ શોરૂમ જાણે કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે… જાણે ઝવેરી ન હોય!
“Macanas Gold” મુવી જેમણે જોયું હશે, Arabian Nights ની અલીબાબા ચાલીસ ચોરની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે વાંચ્યું હશે અને Gold Bug માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે, તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી લથબથ શીરાની જેમ ગળે ઊતરશે જ તેમ માની લેવાનું મન મનાવીને હું મારી મરજીથી અત્રેથી વિરમું છું! તથાસ્તુ!
ધન્યવાદ!
(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)
-વલીભાઈ મુસા
(213) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૨
‘હેલો, વલીભાઈ. વેબ કેમેરાથી અમે ત્રણેય જણ તમને દેખાતા હોઈશું જ. મારા ફોનનું સ્પીકર On છે. મારી પાસેના બે મિત્રોને ઓળખી લો. ‘રાત્રિ’ પણ તેમના ઘરેથી આપણી સાથે જોડાએલા છે. લ્યો, પૂછવાનું શરૂ કરો.’
‘ભાઈઓ, જરા તમારાં નામો જણાવશો?’
‘ના જી, અમારાં નામોથી આપને શું નિસ્બત? અમારાં કામથી જ અમને જાણી લો. હું છું Liar અને મારો જોડીદાર છે, Lawyer! મારું કામ ન મનાય તેવું જૂઠું બોલવાનું અને મારા પાર્ટનરે દલીલોથી તેને સાચું સાબિત કરી આપવાનું!’
‘પેલી દુનિયાભરની કોર્ટકચેરીઓ અને રાજકારણમાં થતું આવે છે તેવું જ કે?’
‘શું ‘રાત્રિ’ભાઈ બોલ્યા કે? હા, તો મિ. Liar, એક સેમ્પલ થવા દેશો કે?’
‘હા,હા. કેમ નહિ? ઈન્ટરવ્યુ તો છે. અમે સુરદાજીના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક પચાસેક ફૂટ ઊંચું ઝાડ જોયું, જેની ટોચ ઉપરનાં પાંદડાં એક બકરી ખાતી હતી!’
‘તમે આ વલદાને મૂર્ખ નહિ બનાવી શકો! તમારો Lawyer શું દલીલ આપવાનો હતો! હું જ કહી દઉં કે એ ઝાડ ઊંડા ખાડામાં ઊગેલું હતું! આ તમારું પહેલું જ સેમ્પલ મૌલિક નથી. અકબર બાદશાહના ત્યાં તમારો જ નાતીલો આ જૂઠ બોલ્યો હતો. તમે તો ભૂતકાળની વાત તમારા નામે ચઢાવો છો, કેમ સુરદા બરાબર કે?’
‘ભાઈ વલદા, આ વકીલજીને તો બોલવા દો! બોલો ભાઈ, તમારું શું કહેવું છે?’
‘જનાબ, મારે જે જવાબ આપવાનો હતો, તે જ વલદા અંકલે આપી દીધો છે! પણ તેમનો આક્ષેપ કે અમે ભૂતકાળની કોઈ વાતને અમારા વર્તમાન તરીકે ખપાવીએ છીએ, તેના સામે મારો સખ્ત વાંધો છે. હકીકતમાં તો પેલા બાદશાહવાળા જૂઠિયાએ તો ભવિષ્યમાં એટલે કે આજે અમે જે બોલવા જવાના છીએ કે બોલ્યા હોત તેને પોતાના વર્તમાનમાં ખપાવીને અમારા જ કોપીરાઈટ જેવા કલાકૌશલ્યને પોતાના નામે ચઢાવી દીધું છે, તેને તો તમે લોકો Clean Chit આપતા હો તેવું મને તો લાગે છે! તમને કદાચ ખબર નહિ હોય, પણ તેઓ બંને ત્રિકાળ જ્ઞાની હતા અને આ કોન્ફરન્સ જે ચાલી રહી છે, તેની પણ એ લોકોને ખબર જ હતી!’
‘માન ગએ, ભીરુ માન ગએ! બહોત ખુબ, બહોત ખુબ!’ Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]