આજે ૭મી જુલાઈ છે અને તે મારો જન્મદિવસ છે. આગળ વધવા પહેલાં સ્પષ્ટતા કરી લઉં કે આ આર્ટિકલ એ મારો અંગત ન રહેતાં સૌ કોઈને લાગુ પડતો સાર્વત્રિક બની રહે તેવો મારો ઈરાદો છે. મારો જન્મદિવસ એ તો માત્ર મારા આજના લેખને લખવા માટેના પ્રોત્સાહનથી વિશેષ કશું જ નથી. ભાષાકીય વ્યાકરણની પરિભાષામાં ‘મારો જન્મદિવસ’ શબ્દોમાં ‘મારો’ એ સંબંધ કે માલિકીવાચક સર્વનામ છે અને ‘જન્મદિવસ’ ના વિશેષણ તરીકે છે. હવે જો ‘મારા’ શબ્દ ઉપર ભાર મૂકીને કહેવામાં આવે તો એવું સમજાય કે આ દિવસ એ માત્ર મારો જ જન્મદિવસ છે, અન્ય કોઈનો નહિ; પરંતુ, એમ સંભવી શકે નહિ, કેમકે આ દિવસ ઉપર એકમાત્ર મારા એકલાનું ધણિયાપું ન હોઈ શકે. હયાત કે સ્વર્ગસ્થ એવા અસંખ્ય માણસો આ દિવસે જન્મ્યા હશે અને ભવિષ્યમાં આ જ દિવસે કેટલાય જન્મશે પણ ખરા.
મારા શીર્ષકનો પહેલો શબ્દ બતાવે છે કે દુનિયા આખીયમાં ઊજવાતા જન્મદિવસો માત્ર પ્રણાલિકાગત જ હોય છે અને તેમનો ઉદ્દેશ પણ ઊજવનારની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાનું પ્રદર્શન કરવાનો જ હોય છે. મિજબાનીઓ અને જન્મદિવસની ઊજવણીઓ વીજળી અને ગાજવીજની જેમ એકબીજા સાથે સંકળાએલી હોય છે. જ્યાં જ્યાં જન્મદિવસની ઊજવણીઓ હોય, ત્યાં ત્યાં મિજબાનીઓ તો હોવાની જ! જન્મદિવસની મિજબાનીઓ ઘરે રાખવામાં આવતી હોય કે મોંઘી હોટલોમાં, પણ તેમાં સ્પષ્ટ ખ્યાલ એ જ હોય છે કે મિત્રો અને કુટુંબીજનો સાથે મળીને બધાંયે ખુશમિજાજથી બસ આનંદ જ લૂંટવો. Read the rest of this entry »
[…] Click here to read in English […]