RSS

Tag Archives: Lyric

(૫૧૮-અ) ઊર્મિકાવ્ય – સર્જક અને ભોક્તાના હૃદયોલ્લાસને છલકાવતો એક ઋજુ કાવ્યપ્રકાર

પૂર્વ અને પશ્ચિમના કાવ્ય મીમાંસકોએ ઊર્મિકાવ્ય વિષે વિશદ ચર્ચાઓ કરી છે. એ ચર્ચાઓ એની ગેયતા-અગેયતા કે ભાવવાહી પઠન, તેનું આત્મલક્ષીપણું કે પરલક્ષીપણું કે પછી એના ઉગમસ્થાન આસપાસ થતી રહી છે. મોટા ભાગના વિદ્વાનોનો સામાન્ય મત એ રહ્યો છે કે આ કાવ્યપ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી વિશ્વભરની ભાષાઓમાં વિસ્તર્યો છે. અંગ્રેજી સાહિત્યમાં આ કાવ્યપ્રકારને લિરિક (Lyric) તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જે લાયર (Lyre) ઉપરથી બન્યો છે; જેનો અર્થ થાય છે, એક પ્રકારનું વીણા જેવું વાદ્ય. આમ એમ જણાય છે કે પ્રારંભે લિરિકને ગેયરચના તરીકે જ પ્રસ્થાપિત કરવામાં આવી હોવી જોઈએ અને તેથી જ ગુજરાતી સાહિત્ય પરિષદના ઊર્મિકાવ્ય વિષેના ‘વાંચનકક્ષ આર્કાઈવ્ઝ’ પ્રમાણે આપણા ગુજરાતી સાક્ષરોએ પણ લિરિકની ગેયતાને સ્વીકારી છે અને તેમણે ગેયતાસૂચક ઓળખનામો પણ આપ્યાં છે; જેવાં કે નર્મદે ‘ગીતકવિતા’, નવલરામે ‘સંગીતકવિતા’ કે ‘ગાયનકવિતા’, નરસિંહરાવે ‘સંગીતકાવ્ય’, આનંદશંકરે ‘સંગીતકલ્પકાવ્ય’, રમણભાઈએ ‘રાગધ્વનિકાવ્ય’ વગેરે. કાળક્રમે લિરિકની ગેયતા ગૌણ બનતી રહી અને તેથી જ તો ન્હાનાલાલે એને ‘ભાવકાવ્ય’ તરીકેની ઓળખ આપી, તો વળી બળવંતરાયે તેને ‘ઊર્મિકાવ્ય’ ગણાવ્યું જે સંજ્ઞા ‘લિરિક’ના વિકલ્પે રૂઢ થઈ ગઈ.

ઊર્મિકાવ્યને ભલે ને એક ખાસ પ્રકાર તરીકે ભિન્ન રૂપે દર્શાવવામાં આવતું હોય, પણ મારા અંગત મતે વાસ્તવમાં તો કોઈપણ સાહિત્યસર્જન ઊર્મિના પરિપાક રૂપે જ હોય છે. ‘ઊર્મિ’ના શબ્દકોશીય અર્થો ‘ઉમળકો’, ‘આવેગ’, ‘લાગણીનો તરંગ કે ઉછાળો’, ‘ઉલ્લાસ’ વગેરે છે અને કોઈપણ સર્જન ઊર્મિ થકી જ સર્જાતું હોય છે. આમ ગદ્ય કે પદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર ઊર્મિસર્જન જ ગણાય. કાલિદાસનું ‘મેઘદૂત’ હોય, પ્રેમાનંદનું ‘આખ્યાન’ હોય, અખાના ‘છપ્પા’ હોય, બળવંતરાય ઠાકોરનાં ‘સોનેટ’ હોય, કલાપીનાં પ્રણયકાવ્યો હોય કે પછી કાન્તનાં ‘ખંડકાવ્યો’ હોય; અરે, એનાથી આગળ વધીએ તો ગદ્યનો કોઈપણ સાહિત્યપ્રકાર હોય – એ બધાં ઊર્મિસર્જનો જ ગણાય. કોઈપણ બાહ્ય સંવેદનશીલ ઘટના કે દૃશ્ય અથવા તો આંતરિક કોઈ વિચાર કે મનોભાવ સર્જકમાં ઊર્મિભાવ જગાડે અને કોઈક ને કોઈક સાહિત્યપ્રકારનું સર્જન થઈ જાય. આ તો એક વાત થઈ ગણાય અને ઊર્મિને વ્યાપક અર્થમાં પ્રયોજાતી હોવાનો મારો કે અન્યોનો એક મત સમજવો રહ્યો. આ લેખમાં તો આપણે ઊર્મિકાવ્યને એક માત્ર સ્વતંત્ર કાવ્યપ્રકાર સમજીને જ નહિ, પણ ઊર્મિતત્ત્વ ધરાવતા કોઈપણ કાવ્યને અનુલક્ષીને એ જ દિશામાં આગળ વધીએ.

ઊર્મિકાવ્ય (Lyric) માટે પાશ્ચાત્ય વિવેચકોએ આપેલી વિવિધ વ્યાખ્યાઓમાંથી નિચોડરૂપે બહાર આવતી વ્યાખ્યા છે : “Lyric is a poem that expresses the personal feelings of the poet.”; અર્થાત્, ઊર્મિકાવ્ય એ એવું કાવ્ય છે કે જે કવિની અંગત લાગણીઓને અભિવ્યક્ત કરે છે. મેં મારા “My Lyric – I (મારું ઊર્મિકાવ્ય–૧)”ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પણ આ વ્યાખ્યાને સમર્થન આપ્યું છે. ઉમાશંકર જોશીએ પોતાના ‘શૈલી અને સ્વરૂપ’ પુસ્તકમાં ‘અર્વાચીન ઊર્મિકાવ્ય’ નામના લેખમાં ઊર્મિકાવ્યની આ ચાર બાબતો ઉપર ભાર આપ્યો છે : (૧) ઊર્મિકાવ્ય માત્ર વિદેશી એટલે કે આયાતી જ છે એવું નથી. (૨) ઊર્મિકાવ્ય સિવાયની અન્ય કવિતાને પણ જો તેમાં ઊર્મિતત્ત્વની હાજરી હોય તો તેને પણ ઊર્મિકાવ્ય તરીકે ઓળખાવી શકાય. (૩) ઊર્મિકાવ્ય ગેય જ હોવું જરૂરી નથી; તે અગેય પણ હોઈ શકે. (૪) ઊર્મિકાવ્યને અતીત (ભૂતકાળ) છે, તેમ તેનું ભવિષ્ય પણ હોઈ શકે. ઉમાશંકરભાઈએ ઊર્મિકાવ્ય વિષે વિશેષ જે એક વાત કહી છે તે છે, ઊર્મિકાવ્યમાંથી કવિના ઉલ્લાસ, ઉમંગ કે ઉમળકાનું પ્રગટ થવું. ઊર્મિકાવ્યમાં કોઈ વિચાર કે ચિંતનને કોઈ સ્થાન નથી; ઊલટાનું એવું પણ બને કે એવો કોઈ વિચાર કે એવું કોઈ ચિંતન પોતે જ ઊર્મિકાવ્યનો વિષય બને.

ઊર્મિકાવ્યનું સર્જન એ વિશિષ્ટ પ્રક્રિયા છે. કોઈ ધન્ય પળે કોઈ દૃશ્ય કે ઘટના કવિના હૃદયને સ્પર્શી જાય અને ગમે તે કાવ્યપ્રકારે ઊર્મિકાવ્ય સર્જાઈ જાય. એ પછી હરિશ્ચંદ્ર ભટ્ટનું ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ હોય, કે બળવંતરાય ઠાકોરનું ‘ભણકારા’ હોય; અમૃત ‘ઘાયલ’ની ‘ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં’ (ગ઼ઝલ) હોય, કે બાલમુકુંદ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ (સોનેટ) હોય; સુંદરમ્-નું ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્ય) હોય, કે હરીન્દ્ર દવેનું ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ (ગીત) હોય; ‘કાન્ત’નું ‘સાગર અને શશી’ (પ્રકૃતિકાવ્ય) હોય, કે ‘મોરલી તો ચાલી રંગ રૂસણે’ જેવું કોઈ લોકગીત હોય. અહીં કેટલાંક ઊર્મિકાવ્યો જેમ જેમ યાદ આવતાં ગયાં તેમ ટપકાવાતાં ગયાં છે, ત્યારે ઊર્મિકાવ્યના વ્યાપમાં આવી શકે તેવી દીર્ઘ રચનાઓ તરીકે સંસ્કૃતના વિદ્વાન કવિ જયદેવના ૧૨ સર્ગ અને ૨૪ પ્રબંધમાં લખાયેલા માધવ અને રાધાના શૃંગાર, ભક્તિ અને પ્રણયને ઉજાગર કરતા ઊર્મિપ્રધાન ‘ગીતગોવિંદ’ સર્જનને, મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ને તથા રવીન્દ્રનાથ ટાગોર રચિત નોબલ પ્રાઈઝ વિજેતા ‘ગીતાંજલિ’ને પણ યાદ કરી લઈએ. હજુય યાદી ઘણી લાંબી થઈ શકે, પણ લેખની કદમર્યાદા તેમ કરતાં રોકે છે.

ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર ઊર્મિકાવ્યોના સંભવત: પ્રથમ સંગ્રહ તરીકે જેને ગણવામાં આવે છે, તે છે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા કૃત ‘કુસુમમાલા’ અને તો વળી બ.ક. ઠાકોરે તો આપણને ચિંતનપ્રધાન એવાં કેટલાંય ચિંતનોર્મિ કાવ્યો આપ્યાં છે, જે ભલે ને આત્મલક્ષી હોય પણ આપણને પરલક્ષી જ ભાસે છે. તેમના ‘મ્હારાં સોનેટ’ સંગ્રહમાંનાં મોટા ભાગનાં સોનેટને ઊર્મિકાવ્યો જ ગણવાં પડે, કેમ કે પાશ્ચાત્ય મીમાંસકોએ પણ એવાં સોનેટ કે જે ઊર્મિપ્રધાન હોય તેમના માટે ‘Lyrical Sonnets’ (ઊર્મિલ સોનેટકાવ્યો) એવું નામાભિધાન પણ કર્યું છે.

લેખસમાપને આ લેખમાંની મારી મર્યાદાને સ્વીકારી કરી લઉં કે અત્રે હું સાંપ્રતકાલીન ઊર્મિકાવ્યોના કવિઓ કે તેમનાં કાવ્યોનો નામોલ્લેખ કરી નથી શક્યો, જેનું કારણ એ કે હું સાંપ્રત સાહિત્યવાંચનથી કેટલાક દસકાઓથી અલિપ્ત રહ્યો છું. ‘વેગુ’વાચકો પ્રતિભાવ કક્ષમાં એવા કોઈ કવિઓનાં ઉચ્ચ કોટિનાં સર્જનોને ઉલ્લેખશે તો તે આ લઘુલેખ સાથે ‘વેગુ’વાચકો માટે પૂરક વાંચનસામગ્રી બની રહેશે.

–વલીભાઈ મુસા

* * *

ઋણસ્વીકાર :

(૧) જે તે રચના માટેનો લિંક આપવામાં આવ્યો છે તે બ્લૉગ કે વેબસાઈટનો અને ‘ગૂગલ’ શોધનો
(૨) અમેરિકાસ્થિત પ્રિય મિત્ર શ્રી ચીમનભાઈ પટેલનો એટલા માટે કે ‘વલદાની વાસરિકા’ માટે ‘ઊર્મિકાવ્ય (Lyric)’ વિષે લેખ લખવાનું વિચારતો હતો અને તેમના થકી મને પ્રેરકબળ મળ્યું.

 

Tags: , , , , ,

My Lyrics – II (મારાં ઊર્મિકાવ્યો – ૨)

In my previous Article “My Lyrics – I” ; I had given you, in a single sentence, the definition of lyric that it is a poem that expresses the personal feelings of the lyricist. Here, I would like to add somewhat more into that regard that the lyric is related to a category of poetry that expresses not only the feelings but also the thoughts of the poet in a song like style or form. A successful poet leads the Reader to such a climax of his lyric that it becomes a wonderful piece of workto enjoy by heart. Before I go to my two lyrics, I am going to represent a short poem written by Rabindranath Tagore. I am little bit afraid of any breach of copyright of this poem, but I assure to who-so-ever is concerned to withdraw it from my Article in case of any objection brought to my knowledge. ( My email Id is already under my first Introductory Article “About me”. ) Well, some critics may not agree with me, but I’ll categorize Tagore’s quoted poem under the form of a lyric. Let us enjoy together a poem written by a great poet and also a Noble Prize winner for his poetry “Geetanjali”.

It is as follows:

Stillness

The fish in the water is silent,
the animals on the
earth is noisy,
the
bird in the air is singing.

But man has in him the silence of the sea,
the noise of the earth
and music of the air.
– R. Tagore

Now, go to my Gujarati Lyrics (ઊર્મિ કાવ્યો) here below :-

(૨) સપનતણખલાં

ચંચુ મહીં તૃણ ગ્રહી
નિજના અર્ધાપર્ધા સર્જાયા એ
નીડ ભણી
ધસમસતા કપોત તણી
તત્પરતામાં તન્મય થઈ,
હું ય ચહું;

ગ્રહવા નિજ ઓષ્ઠ મહીં
તુજ બંધ પોપચાં
સ્વપ્નસભર – જે સ્વપ્ન તૃણશાં
રહ્યાં આજ લગ,
નવ બનિયાં એ અમ જીવનનીડ.

પણ ડર
રખે ઓષ્ઠસ્પર્શે તું જાગે,
દુજી આંખ તુજ ઝબકી ઊઘડે,
ખરી પડે એ સપનતણખલાં !

(તા.૧૫-૦૩-૧૯૮૪)
વલીભાઈ મુસા

(3) પારેવડાં

વહેલી પરોઢે,
ચણ ચૂગે, તવ આંગણે,
તવ હાથથી વેરાયલી,પારેવડાં !

હું ય ચૂગું
સૌ સાથ, થૈ પારેવડું !
પણ ચણ નહિ,
મારે તો ચણવી
છાપ તમ પગલાં તણી !

(તા.૧૦-૦૬-૧૯૮૫)
વલીભાઈ મુસા

– Valibhai Musa
Dtd. 12th November, 2007

 
1 Comment

Posted by on November 17, 2007 in લેખ, gujarati, Poetry

 

Tags: , , , , ,

My Lyric – I (મારું ઊર્મિકાવ્ય – ૧) -તમે, કોમળ કોમળ !

When I happened to go through a Gujarati blog of Mr. Himanshu Mistry; I, to my great surprise, chanced to see a lyric written by Madhav Ramanuj titled as “Ame komal komal”. My surprise was related to my past dim memory that, perhaps, I had written such resembling titled lyric (unpublished) some years ago. I referred my old portfolio and found out my lyric -“Tame, komal komal”(1984). There is the resemblance of only echoing the words ‘komal .. komal’ commonly in both titles, but the themes of both the lyrics are different.

I am very much pleased to publish my first lyric, here, in this Blog post. My regular Gujarati Readers have been provided some creations of my short stories and Hykooz in my previous Blogs. Like Hykooz, I’ll represent my lyrics also in parts occasionally. My Readers of literature may be aware of ‘Lyric’- a one more form of poetry. In a single sentence, it can be said that a lyric is a poem that expresses the personal feelings of the poet.

Now, go below if you are at leisure.

(1) તમે, કોમળ કોમળ !

ફૂલો તણી સેજમાં ઉછર્યાં,
તમે કોમળ કોમળ !

હળવી હથેળીઓમાં ઝૂલ્યાં,
તમે કોમળ કોમળ !

કંપતે હાથે કન્યાદાન પામ્યાં,
તમે કોમળ કોમળ !

અગનસાખે જીવતર જોડ્યાં,
તમે કોમળ કોમળ !

ભરથાર તણી હૈયાભોમ અજાણી,
તમે કોમળ કોમળ !

પોચી ધરા જાણી આદર્યાં વસમાં ખેડાણ,
તમે કોમળ કોમળ !

માંહ્ય અથડાતા દોહ્યલા પ્હાણ,
તમે કોમળ કોમળ !

દૂર રહી નિરખું એ આકરી મથામણ,
તમે કોમળ કોમળ !

નિસાસા ઊનાઊના છેડું,
તમે કોમળ કોમળ !

ઝેરનાં પારખાંની કીધી ઉતાવળ,
તમે કોમળ કોમળ !

અમારી હૈયાભોમ ના હતી અજાણી,
તમે કોમળ કોમળ !

ગુહય આંસુડેથી ભીંજવેલ એ ભોમ,
હતી તો સાવ કોમળ કોમળ !

શીદને હાલ્યાં તમે ખેડવા એ પ્હાણ,
તમે તો હતાં કોમળ કોમળ !

ભલે આદર્યો ચાસ પૂરો કરજો,
છો તો તમે કોમળ કોમળ !

બીજો ચાસ નાંહી લેજો હવે હાથ,
તમે તો રહ્યાં કોમળ કોમળ !

પહેલા ચાસે ચાસે વહી આવો અમ પાસ,
અમે તો સાવ કોમળ કોમળ !

વચાળે ભલે એથીય કઠણ શેઢાની ધાર,
તમે કોમળ કોમળ !

હામ ભીડી વીંધી દ્યો એ ધાર આરપાર,
તમે કોમળ કોમળ !

અમે તલસીએ તીણી તમ હૈડાની ધાર,
તમે કોમળ કોમળ !

ફૂલોની સેજમાં ફરીકાં રમાડશું,
તમે કોમળ કોમળ !

હળવી હથેળીઓ મારગડે બિછાવશું,
તમે કોમળ કોમળ !

(તા.૦૫-૦૧-૧૯૮૪)

– Valibhai Musa
Dtd. :
9th November, 2007

 

 
3 Comments

Posted by on November 10, 2007 in gujarati, Poetry

 

Tags: , , , ,