RSS

Tag Archives: Master

(179) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!

Click here to read in English

શાણપણ અને દિવાનગી એ માનવમનની એવી ગૂંચવાડાભરી સ્થિતિઓ છે કે જેમને ચુસ્ત રીતે એકબીજાથી અલગ પાડી શકાય નહિ. એકંદરે એમ માનવું પડે કે કોઈપણ પુરુષ કે સ્ત્રી એવી રીતે વર્તન કરે કે જે સામાજિક રીતે સ્વીકાર્ય હોય, તો તેને આપણે શાણી વ્યક્તિ તરીકે ગણી લેતા હોઈએ છીએ. અહીં એક રસપ્રદ મુદ્દો ઊભો થાય છે કે સામાજિક રીતે સ્વીકાર્ય એવી વર્તણુંકોને કોણ નક્કી કરશે! દુનિયામાં આપણે ઘણાબધા સમુદાયો કે સમાજો જોઈએ છીએ અને એવા દરેક સમુદાય કે સમાજ માટે સ્વીકાર્ય વર્તણુંકોનાં પોતાનાં આગવાં ધોરણો હોય છે. બીજો એક વધુ પ્રશ્ન આપણા જવાબની રાહ જોતો આપણી સામે ઊભો છે કે શાણપણને કોણ ઓળખી બતાવશે. જેમ શાણા માણસો દિવાનગીને નક્કી કરી લેતા હોય છે, તેમ જ શું દિવાનાઓ જ શાણાઓને ઓળખી બતાવશે કે શાણપણની વ્યાખ્યા નક્કી કરી આપશે? અને જો તેમ બને તો શું આપણે એ દિવાનાઓનાં મંતવ્યો ઉપર વિશ્વાસ મૂકી શકીશું ખરા? દેખીતી રીતે જ ના! મનોવૈજ્ઞાનિકોએ શાણપણને એવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે શાણપણ એ એવું દૃઢ મનોબળ છે કે જેના વડે વ્યક્તિ પરિસ્થિતિઓ અંગેના ઉત્તમ નિર્ણયો લેવા ઉપરાંત લોકોના ભરોંસાપાત્ર અભિપ્રાયોને પણ સમજી શકે અને તદનુસાર પોતે પોતાનો પ્રતિભાવ પણ આપે. એ જ પ્રમાણે, તે લોકોએ દિવાનગીને પણ એવી જ રીતે સમજાવી છે કે દિવાનગી એ બીજું કંઈ નહિ પણ વ્યક્તિનાં કાર્યોમાં દેખાતી તેમની નરી મૂર્ખાઈઓની અને તેમની મૂર્ખાઈભરી હરકતોની પરાકાષ્ઠા માત્ર જ હોય.

મારા આજના લેખમાં પ્રથમ નજરે દિવાના જેવા દેખાતા એક માણસની સત્ય અને રસપ્રદ વાત રજૂ કરવાનો મારો પ્રયત્ન છે. તે માત્ર એવો દિવાનો દેખાતો જ ન હતો, પણ તેની વર્તણુંકો, તેની વાતો, તેની જીવનપદ્ધતિ અને ઘણાંબધાં તેનાં લક્ષણો સાવ અકુદરતી હતાં. તે એવી રીતે દલીલો આપતો કે તેના શબ્દો આપણને તત્વજ્ઞાનથી ભરપુર લાગે. તેની વાતો હંમેશાં ટૂંકી અને છતાંય એવી ઠોસ રહેતી કે તે ગહન અર્થમાં જે કહેવા માગતો હોય તે કહીને જ રહે. તેની રહનસહન કે જેમાં ખાસ કરીને તેનો પહેરવેશ અને તેની ભોજન લેવાની રીતનો સમાવેશ કરીએ તો તે આપણને સાવ અવ્યવસ્થિત, ગંદી અને મનમાં ઘૃણા ઉત્પન્ન કરાવે તેવી લાગે. Read the rest of this entry »

 

Tags: , , , , , , ,