RSS

Tag Archives: Medical

સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…

Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ આંબી ગયો. “Mercy killing or merciful death – A debate” ને પ્રતિભાવ રૂપે મળેલી ૧૦ કોમેન્ટ પૈકી એક કોમેન્ટ મારા પુત્ર અને અમદાવાદ ખાતેની અમારી ‘Hotel Safar Inn’ના ડાયરેક્ટર અકબરઅલીની પણ હતી. તેણે પોતાની કોમેન્ટમાં મારા આજના વિષય ઉપર આર્ટિકલ લખવા મને પ્રોત્સાહિત કર્યો છે. મિ. ફ્રાન્સિસ અમારી હોટલના ખૂબ જ ઉત્સાહી અને પ્રમાણિક જનરલ મેનેજર છે. અમે સૌ તેમને એક કર્મચારી તરીકે નહિ, પણ અમારા કુટુંબના જ સભ્યની જેમ ગણીએ
છીએ..

‘દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ -એક ચર્ચા’ના અંત ભાગે મેં જગતભરનાં હયાત કે અવસાન પામેલાં એવાં માતાપિતા અને મુખ્યત્વે તો માતાઓને બિરદાવી હતી કે જેમણે પોતાના ઉદરમાં વિકસતાં ગંભીર રીતે ખામીયુક્ત બાળકોને ગર્ભપાતની ડોક્ટરી સલાહ હોવા છતાં પોતાની કૂખે જન્મવા દીધાં હોય. આવાં લોકોએ બાળકના અને પોતાના કુટુંબના ભાગ્ય સામે લડી લેવાના પડકારને ઝીલી લીધો ગણાય. નિ:સહાય બાળકો પ્રત્યેના પોતાના વાત્સલ્યભાવના કારણે તેમની અતિ ખર્ચાળ અને વારંવાર કરાવવી પડતી પ્લાસ્ટિક અને રીકન્સટ્રક્ટીવ સર્જરી માટે પોતાનાં કે ઊછીનાં લીધેલાં અઢળક નાણાં ખર્ચ્યાં હોય.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , , , ,

દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા

Click here to read in English

આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. અહીં મારા વાંચકો આ ચર્ચાના ભાગરૂપ મારા પ્રમાણિક પ્રયત્નને જોઈ શકશે, જેમાં મેં મારા પક્ષે પૂરી તટસ્થતા જાળવી રાખી છે અને ચર્ચાના સંભવિત પરિણામને મારી સંમતિ કે અસંમતિની કોઈ મહોર પણ મારી નથી. ‘દયા-હત્યા’ જેને અન્ય સારા શબ્દોમાં ‘અસાધ્ય વેદનામય દર્દથી પીડિત દર્દીનું શાંતિપૂર્વક મોત નિપજાવવું’ કહી શકાય. આ મુદ્દે ઘણાં વર્ષોથી વિશ્વભરમાં ચર્ચાઓ થતી આવી છે અને હું પણ અહીં અન્યોની જેમ આ ચર્ચામાં દાખલ થઈ રહ્યો છુ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,’આપણું જીવન એ દીર્ઘ અને મથામણયુક્ત સત્યની શોધ માટે છે.’ મારા અગાઉના કોઈક આર્ટિકલમાં મેં કહ્યું છે કે ‘આપણે સત્યના કોઈ એક અંશ (A Truth) સુધી કદાચ પહોંચી શકીએ, પણ પૂર્ણ સત્ય (The Truth)ને પામવું તો મુશ્કેલ હોય છે.’

હવે આપણે એ સમજીએ કે આ પ્રકારની હત્યા કે મોત એ છે શું! મારા લેખના શીર્ષકમાં ‘દયા’ અથવા ‘દયાપૂર્ણ’ શબ્દો સામાન્ય છે; પરંતુ ‘હત્યા’ અને ‘મૃત્યુ’ શબ્દો ભિન્ન છે, જેમનો એક જ અર્થ ‘જીવનનો અંત આણવો’ એમ જ લેવાનો છે. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વિષય ઉપરની બે વ્યાખ્યાઓ તારવી કાઢી છે : (૧) વ્યક્તિના જીવનનો તેની વિનંતીથી ઈચ્છાનુસાર, સરળ અને પીડારહિત અંત આણવો, જ્યારે કે તે અસાધ્ય અને પીડાજનક રોગથી પીડિત હોય. (૨) ઈરાદાપૂર્વક પીડિત કોઈ વ્યક્તિના જીવનનો દયાથી પ્રેરાઈને અન્યો દ્વારા અંત લાવવામાં આવે..

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , , ,

ગૌરવ હત્યા

Click here to read in English
પ્રતિવર્ષ ૮મી માર્ચે ‘આંતરરષ્ટ્રીય મહિલા વર્ષ’ ઉજવાય છે. ઘણીબધી બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિશ્વના દેશોની સરકારો, બિનસરકારી સંસ્થાઓ અને બંને પ્રકારનાં મુદ્રિત અને ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમો દ્વારા સ્ત્રીઓની જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રોમાંની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે અને તેમનું બહુમાન પણ કરવામાં આવતું હોય છે. સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વભરમાં કુલ વસ્તીના અડધા ભાગ જેટલું છે. એક જૂનો સ્થાનિક અમેરિકન મુહાવરો છે કે ‘જ્યાં સ્ત્રીઓનું ગૌરવ જળવાતું હોય તે રાષ્ટ્ર કદીય ગુમનામ થતું નથી હોતું; પરંતુ જ્યારે તેમનું ગૌરવ જમીનદોસ્ત થાય છે, ત્યારે બધું જ ખતમ થઈ જાય છે અને તે રાષ્ટ્ર મરી પરવારે છે.’

પરંતુ કોઈ દિવસને કોઈ નામ આપવું તેનો શો મતલબ? આજકાલ જુદા જુદા દિવસોની ઉજવણી એ વ્યવહાર અને દેખાવ માત્ર પૂરતી જ રહી છે. જે તે દિશામાં કોઈ ચોક્કસ કાર્ય જ અર્થપૂર્ણ સાબિત થાય, નહિ તો તે નાટક માત્ર જ બની રહે. મારો આજનો લેખ શીર્ષકના શબ્દો પરત્વેની વાસ્તવિકતાઓને ખુલ્લી પાડવાના પ્રયત્નના એક ભાગરૂપ છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં ‘ગૌરવ હત્યા’ એ સળગતો પ્રશ્ન છે. એ એટલું જ સાચું પણ છે કે આ સમસ્યાને એક જ રાતમાં હલ કરી શકાય નહિ; પરંતુ બધી દિશાએથી કોશીશ કરવામાં આવે તો ઓછામાં ઓછું તેનું પ્રમાણ ઘટાડવામાં જરૂર સફળતા મળી શકે. કેટલાક લોકો સહૃદયી, ધાર્મિક અને માનવતામાં શ્રદ્ધા ધરાવનારા હોય છે ખરા; અને આમ તેઓ પોતાની જાત પૂરતા ભલે ભલા હોય, પણ એવા માત્ર હોવું એ પર્યાપ્ત નથી. તેમણે અન્યો વિષે પણ વિચારવું જોઈએ અને સમાજમાં પ્રવર્તતી આવી ઘાતકી પ્રથા કે માન્યતા પરત્વે આંખમીંચામણાં કરવાં જોઈએ નહિ. લોકજાગૃતિ જરૂરી છે કે આવી ગૃહહિંસાને અપરાધ તરીકે સમજવામાં આવે. શિક્ષણ સંસ્થાઓએ તેમનાં પાઠ્યપુસ્તકોમાં ‘માનવ અધિકાર’ના મુદ્દાને સમાવિષ્ટ કરવો જોઈએ. જો સમાજમાં મોટા પાયે આવી લોકજાગૃતિ લાવવામાં આવે તો, આવા ગંભીર અપરાધને કાયદા અને ન્યાયની પ્રક્રિયાથી પણ વધારે સારી રીતે નિયંત્રિત કરી શકાય.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , ,

Image

ફાનસવાળાં સન્નારી

Click here to read in English

Lady with the lanternતબીબી વ્યવસાયના ક્ષેત્રે ફ્લોરેન્સ નાઈટીંગલનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ જન્મે ઈટાલિયન હતાં, પણ તેમનો ઉછેર અને અભ્યાસ ઈંગ્લેંડમાં થયાં. અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે બીમારોની સેવા માટે માતાપિતાની અનિચ્છાને અવગણીને પણ નર્સીંગના વ્યવસાયને અપનાવ્યો. તેઓ ઉચ્ચ વર્ગમાંથી આવતાં હતાં અને એ દિવસોમાં નર્સીંગના વ્યવસાય પ્રત્યે લોકોને ઓછું માન હતું. પરંતુ આ વ્યવસાય સાથે ફ્લોરેન્સના જોડાવાથી વિશ્વભરમાં આ વ્યવસાય પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાઈ ગયો. તેઓ પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન હતાં; અને બીમારોની સેવા અર્થે રાત્રે પણ અહીં તહીં દીવો હાથમાં લઈને ફરતાં હતાં. બીમાર વ્યક્તિઓએ તેમની સેવાઓથી ઉપકૃત થઈ તેમને ‘દીવા સાથેનાં દેવી’ ના ઉપનામથી નવાજ્યાં.

મારા ઉપરોક્ત શીર્ષકમાં દીવા (Lamp)ની જગ્યાએ ફાનસ (Lantern) શબ્દ વાંચી વાચકોને થોડુંક આશ્ચર્યજનક લાગશે; પણ, હું અહીં દસકાઓ પહેલાંનાં એક બીજાં સન્નારીની વાત કરવાનો છું, જેઓ અમારા ગામનાં સ્થાનિક નાઈટીંગલ હતાં. થોડાક દિવસો પહેલાં જ્યારે હું સ્થાનિક કબ્રસ્તાનમાં મરહુમોની રૂહોની શાંતિ માટે  ધાર્મિક વિધિ બજાવવા ગયો હતો, ત્યારે આ લેખના વિષયરૂપ એ સન્નારીની કબરનું સમારકામ ચાલતું હતું. આ જોતાં જ તેમની યાદ તાજી થઈ અને તેની પ્રેરણાથી મરહુમા (સ્વર્ગસ્થ)ને આ ટૂંકા લેખ દ્વારા મારી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , ,

Peeping into an Exemplary Social Life of a Local Chief

Days roll in months and years; and, years in decades. It was a hard day of September 06, 1980 for not only village of Kanodar but for the people vajirkaka11of distant areas who knew the Late with his popular name ‘Vajir-kaka’(kaka=uncle). About three decades have passed to demise of Honorable Mr. Vajirbhai Rajabhai Polra (Dawawala), but the deep wounds of his missing in the hearts of the people are not yet healed. I, the author of this post, have been in close contact with him and I have witnessed many more occasions of his life. I have somewhere written in my previous post that I had always been the friend of old hand people at my very young age and I was lucky enough that they all had, in reciprocate, accepted me as their nearest one in spite of much more age differences among us.

I am here with this post on V-kaka with my only aim to pass on the message of the Late’s missionary life to native young generation that has obviously born after 1980 and might not perhaps be knowing who ‘Vajirkaka’ was. When I am setting my finger tips in motion on keyboard of my computer to write something about V-kaka, it does not mean that nobody else has not contributed to build the image of this village of Kanodar and its community. Like V-kaka, they people have also done their great and their services cannot be evaluated accurately and justly even in number of volumes. Every human being is bound to live a double life. Let me clarify here that I have used the word ‘double’, not ‘dual’ in my statement. My learned Readers will easily understand that I am talking about human’s personal and social life. More a person cares for social life rather than personal one, more he or she advances towards greatness and becomes a local, national or global hero.. Read the rest of this entry »

 
6 Comments

Posted by on April 27, 2009 in Article, Character, FB, Human behavior, Humanity

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,