Tag Archives: oppression
ગૌરવ હત્યા
Click here to read in English
Posted by Valibhai Musa on January 15, 2010 in Article, લેખ, gujarati, Human behavior, Humanity
Tags: લેખ, Domestic violence, family, Honor-killing, life, Medical, oppression, Passions, Social
ચોરસ દુનિયા – ૧
Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક મારા વાંચકોને નવાઈ પમાડનારું અને ક્દાચ ગેરસમજ ઊભી કરનારું લાગશે. ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય સંશોધનોએ સાબિત અને પ્રસ્થાપિત કરી દીધું છે કે પૃથ્વી ગોળ છે,પણ અહીં તેને ‘ચોરસ’ તરીકે ઓળખાવી છે. તમને લાંબો સમય સુધી દ્વિધાભરી સ્થિતિમાં રાખવાના બદલે સીધેસીધું જ કહી દઈશ કે અહીં હું કેદખાનાં અને તેમની કોટડીઓ એટલે કે એ ‘ચોરસ દુનિયા’ વિષે જ વાત કરવાનો છું.
આ લેખ થોડોક વિસ્તૃત હોવાના કારણે, તેને અનુકૂળતાએ હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. મારા લેખને સાર્વત્રિક અને સર્વભોગ્ય બનાવવા માટે ઘટનાઓની કેટલીક આંતરિક સ્પષ્ટતાઓને અવગણી છે. આમ કરવા પાછળનો મારો હેતુ અને પ્રયત્ન એ છે કે હું માત્ર મારા વાંચકોની દિલની લાગણીઓને ઢંઢોળવા માગું છું કે જેથી તેઓ આવાં માનવતા વિરોધી કૃત્યોને વખોડી કાઢે અને પોતાના મનોવ્યાપારોને વિશ્વબંધુત્વની ભાવના તરફ વાળે. Read the rest of this entry »
Posted by Valibhai Musa on December 26, 2009 in Article, લેખ, Civilization, gujarati, Human behavior, Humanity
Tags: લેખ, life, oppression, Passions, Peter Beneson, politics, Social, The Square World
ચોરસ દુનિયા – ૨
Click here to read in English
હું આગળ વધું તે પહેલાં એ સ્પષ્ટ કરવાનું મને ગમશે કે શા માટે મેં મારી આ લેખમાળાનું શીર્ષક ‘ચોરસ દુનિયા’ પસંદ કર્યું છે. જ્યારે ૧૯૬૯માં હું કોલેજ વિદ્યાર્થી હતો, ત્યારે અમારી કોલેજના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે ભજવાએલા ગુજરાતી નાટક ‘ચોરસ દુનિયા’માં મેં ભાગ લીધો હતો. મેં એક પાત્રનો અભિનય કર્યો હતો અને નાટકનું વિષયવસ્તુ પણ અહીં વર્ણવવામાં આવતા જેલના વાતાવરણને લગતું હતું.
ચાલો આપણે હવે કેદખાનાની કોટડીઓ તરફ જઈએ. દરેક કેદીએ પોતાનો કોટડી કે વોર્ડ નંબર યાદ રાખવો ફરજિયાત છે. જ્યારે કોઈ જેલ અધિકારી દ્વારા આવો નંબર પૂછવામાં આવે, ત્યારે જો કોઈ કેદી તરત જ જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તેણે ગાલે તમાચા અને માથે, જડબે, ગાલે કે શરીરના કોઈપણ ભાગે લાતોના પ્રહાર ખમવા જ પડે. બિચારા કોઈક વિદેશીઓ આ દેશની ભાષા જાણતા ન હોવાના કારણે જલ્દી જવાબ ન આપી શકે તો તેમને પણ આવી શિક્ષાઓ ખમવી પડે છે. આવી અમાનુષી સજા કરનારના હાથ થાકે, ત્યારે પગ વડે લાતો શરૂ થઈ જાય અને ગુસ્સાપૂર્વક ગાળો ભાંડતાં કહેવામાં આવે, ‘તમારાં માબાપનું ભૂડું થાય, અરે ઓ બદમાશો, કેમ તમે તમારો કોટડી/વોર્ડ નંબર યાદ નથી રાખી શકતા?’
Posted by Valibhai Musa on December 24, 2009 in Article, લેખ, Civilization, gujarati, Humanity
Tags: લેખ, life, oppression, Passions, politics, Social, The Square World
ચોરસ દુનિયા – ૩
Click here to read in English
હવે, મારા વાંચકો, જો તમે રોકી શકતા હો તો ઘડીભર તમારા શ્વાસને રોકી લો; કેમ કે હવે પછી રજૂ થનાર માનવતાના ઘોર અપરાધને સાંભળવા પહેલાં તમારી જાતને તમે સંભાળી શકો. અહીં તમે સ્ત્રીઓને કેદીની હાલતમાં બેઠેલી જોઈ શકો છો. અહીં તમે પોતાની માતાઓને ચીપકી ગએલાં નાનાં ભયભીત બાળકોને જોઈ શકો છો. અહીં તમે સહેજ મોટી ઉંમરનાં બાળકોને પણ જોઈ શકો છો કે જે જેલની પરસાળમાં ફૂટબોલને હવામાં લાત મારવાનો અભિનય કરી રહ્યાં છે કેમ કે વાસ્તવમાં ત્યાં ફૂટબોલ છે જ નહિ! આવા માનવતાવિહોણા સ્ત્રીઓ અને બાળકો સાથેના વ્યવહાર અંગે સાવ ટૂંકાણમાં જ ફિયોદોર દોસ્તોયવીસ્કી (Fyodor Dostoyevsky) ટીકા કરતાં લખે છે, ‘સમાજની સાંસ્કૃતિક માત્રાનું માપ કાઢવું હોય તો તેની જેલોની મુલાકાત લેવી જોઈએ.’ હું ફરી એક વાર પીટર બેનિસન (Peter Beneson) ના શબ્દો ટાંકીશ જે છે, ‘અઠવાડિયાના કોઈપણ દિવસનું સમાચારપત્ર ખોલો, જેમાં તમને એવો અહેવાલ જોવા મળશે જ કે દુનિયામાં ક્યાંક ને ક્યાંક કોઈને જેલભેગો કરવામાં આવ્યો છે અથવા તો તેના ઉપર જુલ્મ કરવામાં આવ્યો છે કે પછી ફાંસીએ લટકાવવામાં આવ્યો છે; એનું કારણ એ હોય છે કે જે તે વ્યક્તિનાં મંતવ્ય તેની સરકારને સ્વીકાર્ય નથી હોતાં.’
Posted by Valibhai Musa on December 23, 2009 in Article, લેખ, Civilization, gujarati
Tags: લેખ, Fyodor Dostoyevsky, life, oppression, Passions, Peter Beneson, politics, Social, The Square World
ચોરસ દુનિયા – ૪ (ઝિંદાને શામ – Syria)
Click here to read in English
આ લેખમાળાના અગાઉના ત્રણ ભાગમાં મેં કેટલાંક પાત્રોનું નામાભિધાન (અ,બ,ક,ડ,ઈ)તરીકે કર્યું હતું. એ પાત્રોની કરૂણ કહાનીઓ કાલ્પનિક નહિ, વાસ્તવિક હકીકતો ઉપર આધારિત હતી. મેં અગાઉ સ્પષ્ટ કર્યા મુજબ એ પાત્રોનાં સાચાં નામ ભલે ન આપ્યાં હોય, પણ મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું હતું; પણ અહીં મારા વિષયના આ ચોથા અને છેલ્લા ભાગમાં સ્પષ્ટ અને ખુલ્લી રીતે નામો આપવામાં અચકાઈશ નહિ. આ ઘટના એ ઐતિહાસિક સત્ય છે અને આખી દુનિયા અને ખાસ કરીને શીઆ મુસ્લીમો માટે પરિચિત એવી ‘કરબલાની કરૂણાંતિકા’ ની અહીં વાત કરવાની છે. કરબલાના મેદાનમાં હજરત ઈમામ હુસૈન (અ.સ.)અને તેમના વફાદાર સાથીઓની શહાદત લોકોના માનસપટમાં ચૌદસો વર્ષ થયાં હોવા છતાં હજુ જીવંત છે અને તેમને અનુસરનારાઓનાં દિલો આજે પણ તેમના ઉપર થએલા જુલ્મોને યાદ કરીને અપાર વેદના અનુભવે છે. Read the rest of this entry »
Posted by Valibhai Musa on December 22, 2009 in Article, લેખ, Civilization, gujarati
Tags: લેખ, life, oppression, politics, Social, Syria, The Square World
[…] Click here to read in English […]