Tag Archives: poet
My Broken Heart! – A Gujarati Poem (ભગ્ન હૃદય!)
My Gujarati Readers,
As you know – my some Articles (Stories and Poetry) in Gujarati, but preamble in English, have been published on my blog previously. For your convenience, I have re-arranged my categories on right side bar. You may click ‘Gujarati’ or ‘pdf Attachment’ to reach those Articles.
Here is an emotional poem. The poet is internally unhappy and this very truth is known to somebody darling only. In the eyes of the people, the poet is materialistically the happiest man; but, but …..
Please proceed on.
ભગ્ન હૃદય!
અમારા આ જીવનવનને નંદનવન સહુ લેખે,
કિંતુ અમ અંતરે છાયા એ રણને તું જ પિછાણે.
અમારી આ જીવનસરિતાને નિહાળે કલકલ વહેતી સૌ,
કિંતુ કકળાટ અમ દિલનો તું વિણ કોણ એ જાણે ?
ભર્યાભાદર્યા આ ઘરમાં, ટહુકતાં સ્વજનો વચ્ચે,
અમારી એકલતાને બૂઝનારી દૃષ્ટિ તું જ પાસે.
અમારા હાસ્યની છોળો દીસે ઊઠતી ચોતરફ સૌને,
ઘૂંટાતા કારમા દિલના રૂદનને એક તું જાણે.
જીવન વિષે તો ભાગ્યશાળી સૌને હું ભાસું,
જીવન ભવ્ય છે કે ભાર,એ તો તું જ તો જાણે.
ભૌતિક સુખસુવિધાઓ તો ખડકાયે જતી મુજ પર,
પારાશીશી એ સુખની ગણાયે કે ન તું જાણે.
ઊઝરડાએલા આ દિલને શાતા મળે ક્યાંથી,
એ તો હું જ જાણું, પણ પાસ તવ વ્યર્થ એ આશા.
(તા.૦૩-૦૮-૧૯૮૪)
– વલીભાઈ મુસા
[…] Click here to read in English […]