Click here to read in English
હું વાણીવિનિમયના શાસ્ત્રનો કોઈ નિષ્ણાત નથી; કે વળી કેવી રીતે વ્યક્તિઓ સાથે વાતચીત કરવી અને કેવી રીતે સભાઓને સંબોધવી તેનો માર્ગદર્શક પણ નથી. મને મારી જાત ઉપર દયા આવે છે કે શા માટે હું મારા નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવાનો પ્રયત્ન કરીને બહુ જ ગહન અને વૈજ્ઞાનિક અભ્યાસ સમા વિષયને મારા આજના લેખમાં પસંદ કરી રહ્યો છુ! હું મને પ્રશ્ન પૂછું છું કે, ‘મિ. લેખક (Author), તમે કેવી રીતે હાથમાં તલવાર વગર જ માત્ર બખ્તર ધારણ કરવાની હિંમત કરી રહ્યા છો!’ પણ, હું ‘જે થાય તે ખરું’ ના ખ્યાલ સાથે તૈયાર જ છું. હું અહીં ગુજરાતી સાહિત્યકાર વીર નર્મદના પડકારને યાદ કરું છું, ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.
હવે જો હું આપણા ભારતીય રેલવે પ્રધાન શ્રી લાલુપ્રસાદ યાદવને તેમના બજેટ પ્રવચન દરમિયાન તેમણે કહી સંભળાવેલી કેટલીક હિંદી પંક્તિઓના તેમણે જ કરેલા હિંમતભર્યા અંગ્રેજી ભાષાંતર સંદર્ભે તેમને અહીં યાદ કરું તો મારા ભલા વાંચકો મને થોડોક સહી લેશે તેવી આશા સેવું છું. હું મારા વિષયની હદ બહાર જવા માટે દિલગીર છું, પણ તેમના હિંદી પઠનને તમારા મનોરંજન ખાતર તમારી નોંધ બહાર અહીં આપવા મારી જાતને રોકી શકતો નથી.
Tags: Art, Author, લેખ, Conversation, Firestone, life, Literature, love, politics, Social, Yateo's gift
Click here to read in English
હવે અહીં હું મારા કથનને વળાંક આપું છું અને અગાઉના મારા લાલુજીના ઉલ્લેખ સાથે તમને સાંકળું છું. તેમના પદ્યનું અંગ્રેજીમાં રૂપાંતર ચોક્કસ રમુજ ઉત્પન્ન કરી શક્યું, પણ તેમના હિંદીમાંના ખૂબ જ અસરકારક પદ્યના મૂળ ભાવને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. આવી સમસ્યા સિદ્ધહસ્ત અનુવાદકોને પણ નડી શકે, કેમ કે કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે. બીજી વાત એ છે કે ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’
કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે. કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે. અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને ‘Fair flowers in the valley’ (વનરામાં ગલ રાતાં ફૂલડાં). Read the rest of this entry »
Tags: લેખ, brick, conversion, darling, Ghalib, life, Literature, mosque, Passions, politics, Rhine, river, temple, thresh-hold, Tryon Edwards, Uncategorized, valley
ભારતના પ્રાચીન પંડિત ચાણ્ક્યના સાહિત્યિક સર્જન ‘નીતિશાસ્ત્ર’માં એક અવતરણ છે કે “માણસે કપરા આર્થિક કટોકટીના સંજોગો સામે રક્ષણ મેળવવા માટે પૈસા બચાવવા જોઈએ, વળી જરૂર પડ્યે ધનદોલતનું બલિદાન આપીને પણ પોતાની પત્નીને બચાવી લેવી જોઈએ; પણ તેથીય વધારે આગળ પોતાના આત્માને બચાવવા માટે જરાય ડગ્યા વગર પોતાની પત્ની અને ધનદોલત પણ ન્યોછાવર કરી દેવાં જોઈએ.”
માત્ર નોકરશાહો જ નહિ, પણ અન્ય જે કોઈ ભ્રષ્ટાચારની વ્યાખ્યાના વ્યાપમાં આવતા હોય તે સઘળા લોકોએ ચાણ્ક્યના ઉપરોક્ત શબ્દો ઉપર પુખ્ત વિચાર કરવાની સાથે સાથે રામાયણના રચયિતા મહાન ઋષિ વાલ્મિકીના જીવનચરિત્રને પણ જાણી લેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે વાલ્મિકી પોતાના જીવનના પૂર્વ કાળમાં વાલિયા લૂંટારા તરીકે કુખ્યાત હતા. તેમનાં કુટુંબીજનોને પૂછવામાં આવતાં બધાંએ તેમના પાપના ભાગીદાર થવાની ના પાડવા ઉપરાંત એ પણ કહ્યું કે જે કોઈ પાપ આચરે તેણે પોતે જ તેનાં પરિણામો ભોગવવાં પડે. Read the rest of this entry »
Tags: લેખ, Corruptiom, Ethics, Kelly Preston, life, politics, Review, Social
Click here to read in English
મારા આજના લેખનું શીર્ષક મારા વાંચકોને નવાઈ પમાડનારું અને ક્દાચ ગેરસમજ ઊભી કરનારું લાગશે. ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય સંશોધનોએ સાબિત અને પ્રસ્થાપિત કરી દીધું છે કે પૃથ્વી ગોળ છે,પણ અહીં તેને ‘ચોરસ’ તરીકે ઓળખાવી છે. તમને લાંબો સમય સુધી દ્વિધાભરી સ્થિતિમાં રાખવાના બદલે સીધેસીધું જ કહી દઈશ કે અહીં હું કેદખાનાં અને તેમની કોટડીઓ એટલે કે એ ‘ચોરસ દુનિયા’ વિષે જ વાત કરવાનો છું.
આ લેખ થોડોક વિસ્તૃત હોવાના કારણે, તેને અનુકૂળતાએ હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. મારા લેખને સાર્વત્રિક અને સર્વભોગ્ય બનાવવા માટે ઘટનાઓની કેટલીક આંતરિક સ્પષ્ટતાઓને અવગણી છે. આમ કરવા પાછળનો મારો હેતુ અને પ્રયત્ન એ છે કે હું માત્ર મારા વાંચકોની દિલની લાગણીઓને ઢંઢોળવા માગું છું કે જેથી તેઓ આવાં માનવતા વિરોધી કૃત્યોને વખોડી કાઢે અને પોતાના મનોવ્યાપારોને વિશ્વબંધુત્વની ભાવના તરફ વાળે. Read the rest of this entry »
Tags: લેખ, life, oppression, Passions, Peter Beneson, politics, Social, The Square World
Click here to read in English
હું આગળ વધું તે પહેલાં એ સ્પષ્ટ કરવાનું મને ગમશે કે શા માટે મેં મારી આ લેખમાળાનું શીર્ષક ‘ચોરસ દુનિયા’ પસંદ કર્યું છે. જ્યારે ૧૯૬૯માં હું કોલેજ વિદ્યાર્થી હતો, ત્યારે અમારી કોલેજના વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે ભજવાએલા ગુજરાતી નાટક ‘ચોરસ દુનિયા’માં મેં ભાગ લીધો હતો. મેં એક પાત્રનો અભિનય કર્યો હતો અને નાટકનું વિષયવસ્તુ પણ અહીં વર્ણવવામાં આવતા જેલના વાતાવરણને લગતું હતું.
ચાલો આપણે હવે કેદખાનાની કોટડીઓ તરફ જઈએ. દરેક કેદીએ પોતાનો કોટડી કે વોર્ડ નંબર યાદ રાખવો ફરજિયાત છે. જ્યારે કોઈ જેલ અધિકારી દ્વારા આવો નંબર પૂછવામાં આવે, ત્યારે જો કોઈ કેદી તરત જ જવાબ આપવામાં નિષ્ફળ જાય તો તેણે ગાલે તમાચા અને માથે, જડબે, ગાલે કે શરીરના કોઈપણ ભાગે લાતોના પ્રહાર ખમવા જ પડે. બિચારા કોઈક વિદેશીઓ આ દેશની ભાષા જાણતા ન હોવાના કારણે જલ્દી જવાબ ન આપી શકે તો તેમને પણ આવી શિક્ષાઓ ખમવી પડે છે. આવી અમાનુષી સજા કરનારના હાથ થાકે, ત્યારે પગ વડે લાતો શરૂ થઈ જાય અને ગુસ્સાપૂર્વક ગાળો ભાંડતાં કહેવામાં આવે, ‘તમારાં માબાપનું ભૂડું થાય, અરે ઓ બદમાશો, કેમ તમે તમારો કોટડી/વોર્ડ નંબર યાદ નથી રાખી શકતા?’
Read the rest of this entry »
Tags: લેખ, life, oppression, Passions, politics, Social, The Square World
[…] Click here to read in English […]