મારા દ્વિવાર્ષિક બ્લોગલેખમાં જણાવ્યા પ્રમાણે હું મારા પોતાના બ્લોગ ઉપરાંત અન્ય કેટલીક વ્યાવસાયિક (Professional) વેબસાઈટ ઉપર પણ સક્રીય છું. SiliconIndia ઉપરના ‘છેડતી કે પજવણી’ વિષય ઉપરના જ્યોતિ સાચન નામે કાનપુરની MBAની એક વિદ્યાર્થિનીના એક બ્લોગલેખ ઉપરની મારી ટિપ્પણી અત્રે હું રજૂ કરવા માગું છું. જ્યોતિની વેબસાઈટ “Jyoti on net” છે અને કોણ જાણે કયા ઋણાનુબંધે તેણે મને વડીલ તરીકેનું માનસન્માન આપ્યું છે. ટેલિફોન, મેઈલ, પરસ્પરના બ્લોગ ઉપરની આવનજાવન અને ભાવપ્રતિભાવોની આપલે આ સઘળું બ્લોગજગતની એક એવી મોંઘીમૂલી દેન સમાન છે કે જ્યોતિ સાચન જેવી કોલેજિયનથી માંડીને મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ (પરિચય વખતે 85 વર્ષની વય ધરાવતા હતા) સુધીના અનેકાનેક દેશવિદેશના અજનબી લોકો સાથે આત્મીયતાસભર માનવીય સંબંધોથી જોડાવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે.
મારા આજના લેખના મુખ્ય વિષયે આવું તો ઈ-નેટ ઉપરની મારી સફર દરમિયાન અનાયાસે જ્યોતિના “છેડતી કે પજવણી” વિષય ઉપરના બે લેખ વાંચવાનું બન્યું. પહેલો લેખ હતો “છેડતી – એક સળગતો પ્રશ્ન” અને બીજો હતો “છેડતી – તેનો ઉકેલ”. આ બંને લેખો અનુક્રમે મે ૨૯, ૨૦૦૯ અને જુન ૦૩, ૨૦૦૯ના રોજ પ્રસિદ્ધ થયા હતા. હું વાંચકોને ભલામણ કરું છું કે Jyoti’s blog ઉપર જઈ આ બંને લેખ અને તેમના ઉપરના પ્રતિભાવ પણ વાંચવામાં આવે કે જે થકી વિશ્વભરમાં સ્ત્રીઓને સ્પર્શતી આ ગંભીર સમસ્યા અને વાંચકોનાં વિવિધ મંતવ્યો વિષે વિશદ જાણકારી મેળવી શકાય. હવે, “Teasing – The Solution” (છેડતી – તેનો ઉકેલ) ઉપરની મારી ટિપ્પણી નીચે પ્રમાણે છે : Read the rest of this entry »
[…] Click here to read in English […]