RSS

Tag Archives: Ricky Lee Anaderson

સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…

Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ આંબી ગયો. “Mercy killing or merciful death – A debate” ને પ્રતિભાવ રૂપે મળેલી ૧૦ કોમેન્ટ પૈકી એક કોમેન્ટ મારા પુત્ર અને અમદાવાદ ખાતેની અમારી ‘Hotel Safar Inn’ના ડાયરેક્ટર અકબરઅલીની પણ હતી. તેણે પોતાની કોમેન્ટમાં મારા આજના વિષય ઉપર આર્ટિકલ લખવા મને પ્રોત્સાહિત કર્યો છે. મિ. ફ્રાન્સિસ અમારી હોટલના ખૂબ જ ઉત્સાહી અને પ્રમાણિક જનરલ મેનેજર છે. અમે સૌ તેમને એક કર્મચારી તરીકે નહિ, પણ અમારા કુટુંબના જ સભ્યની જેમ ગણીએ
છીએ..

‘દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ -એક ચર્ચા’ના અંત ભાગે મેં જગતભરનાં હયાત કે અવસાન પામેલાં એવાં માતાપિતા અને મુખ્યત્વે તો માતાઓને બિરદાવી હતી કે જેમણે પોતાના ઉદરમાં વિકસતાં ગંભીર રીતે ખામીયુક્ત બાળકોને ગર્ભપાતની ડોક્ટરી સલાહ હોવા છતાં પોતાની કૂખે જન્મવા દીધાં હોય. આવાં લોકોએ બાળકના અને પોતાના કુટુંબના ભાગ્ય સામે લડી લેવાના પડકારને ઝીલી લીધો ગણાય. નિ:સહાય બાળકો પ્રત્યેના પોતાના વાત્સલ્યભાવના કારણે તેમની અતિ ખર્ચાળ અને વારંવાર કરાવવી પડતી પ્લાસ્ટિક અને રીકન્સટ્રક્ટીવ સર્જરી માટે પોતાનાં કે ઊછીનાં લીધેલાં અઢળક નાણાં ખર્ચ્યાં હોય.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , , , ,