![My Haikus (Tragic) – V [મારાં હાઈકુ (વિષાદમય) – ૫] My Haikus (Tragic) – V [મારાં હાઈકુ (વિષાદમય) – ૫]](https://musawilliam.files.wordpress.com/2008/01/haiku-3.jpg?w=150)
Here below, you will find some more Haikus which represent some word pictures of the soul-mate on death bed or already dead and/or buried in the grave-yard. Some of them represent emotional expressions of husband missing his beloved who has passed away. Some situations and narrations are very touching to the heart, in my opinion, and hope that my Readers will also agree with. Still, I have many Haikus on varioussubjects ready to post, but I wish to have some break. Thus, this post on Haikus is the last, meanwhile, to say.
Now, go further toshare the grief felt by the husband:
ઘોરઘોડિયે
હૂંફમજાની, મળે
સુખનિંદર ! (૫૮) (Grave and cradle)
મરવાટાણે
રડેસૌ, મથે મને
રડાવવાસ્તો ! (૫૯)
ઇલાસ્ટિકશાં
જીવન, ખેંચે–છોડે,
કોટિ તબીબો ! (૬૦)
મૃત્યુશય્યાએ
તું, ખૂબ રડ્યા અમે,
પૂર્ણ સંતોષ ! (૬૧)
ક્રૂર મજાક !
તમે ઓઢીને સૂતાં,
અમે રડતા ! (૬૨)
સજીવન થૈ,
રખે રડી પડો તો !
ખાળું હું અશ્રુ ! (૬૩)
શબવાહિની
વહે શબ, સાથ લૈ
ભાવી મડદાં ! (૬૪)
શી હઠ તવ !
રહ્યાં ઊંચકવાં, ત્યાં
કબર ભણી ! (૬૫)
છ બાય દોઢ
મ્હેલ દિવાલે કાચો,
છત તો પાકી ! (૬૬)
દફન થયાં,
કફન થતા, કાશ !
દટાતાં સાથે ! (૬૭)
સંતતિભાર
ઓઢાડી મુજને, તેં
ઓઢી કબર ! (૬૮)
નાગણસમ
સરકી ગયાં, વધ્યા
અમે કાંચળી ! (૬૯)
ચૂપકીદીથી
પવનલ્હેરસમ
ગયાં સરકી ! (૭૦)
કાળજું કોરે,
તવ યાદ, રાતદિ
બની ભ્રમર ! (૭૧)
કોમળ યાદ
થૈ ન્હોર તીણા, ચીરે
મુજ કાળજું ! (૭૨)
નવલકથા
જીવ્યાં આપણ બેઉ,
અણમુદ્રિત ! (૭૩)
આશિષ તને
અખંડ સૌભાગ્યની,
કઠે, હવે, હા !(૭૪)
તવ યાદનો
પ્રાણવાયુ જીવાડે,
ઠેલે મરણ ! (૭૫)
Hope be commented my post,
With Regards,
– Valibhai Musa
Dtd.: 14th January, 2008
[…] ક્રમશ: (7) […]