Soliloquy of Essence
While descending
into my personal universe
scattered along the way I found
unfinished dreams
faded memories
mistaken identities
broken promises
un-confessed sins
deflated egos.
Continuing my descent
into innermost recesses
of my nascent space,
At last I reached
the end of all multiplicities
dawn of my singularity.
There I heard hum
of my existence
very essence of
my being.
-Vijay Joshi
* * * * *
તાત્ત્વિક સ્વગતોક્તિ (ભાવાનુવાદ)
(અછાંદસ)
નિજિ દુનિયામાં
જ્યારે હું અવરોહણ કરું છું,
ત્યારે મુજ માર્ગે જોવા પામું હું,
વેરાયેલાં અત્ર, તત્ર સર્વત્ર
કંઈ કેટલાંય સપનાં અધૂરાં,
ધૂંધળી વળી યાદદાસ્તો
ને ભૂલભરી પહેચાનો,
તોડેલાં વચનો
ને વણકબૂલ્યાં પાપો
અને વળી જામી ગયેલો અહમ્ પણ ખરો !
હજુય મારું અવરોહણ ધપે ભીતરે
આવિર્ભાવ પામતા અવકાશ મહીં
ઊંડેરી આંતરિક વિશ્રાંતિ ભણી.
છેવટે હું પહોંચ્યો
બહુવિધતાઓનીય પેલે પાર
મુજ એકલતાના નૈકટ્યે.
અહો ! ત્યાં તો ગુંજન શ્રવ્યું મેં –
મુજ અસ્તિત્વનું,
મુજ હોવાપણાના તત્ત્વનું !
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * * * *
સંક્ષેપ :
આ એક સ્વગતોક્તિ છે કે જ્યાં માણસ પોતે જ પોતાના વિચારોને મોટેથી પોતાને જ ઉદ્દેશીને બોલી સંભળાવતો હોય છે.
આ એક અંતરયાત્રા છે, આત્મનિરીક્ષણ છે, નવજીવન છે. અહીં પોતાની જાતને, પોતાના આત્માને, પોતાના ચૈતન્યને, પોતાનામાં રહેલા નિર્દોષ શૈશવને કે જે આપણા સૌમાં વસે છે તેની શોધ આદરીને તેને પામવાનો પ્રયત્ન છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા આત્મતત્ત્વને જાગૃત કરવાનું છે, આપણા ચૈતન્યને દેદીપ્યમાન બનાવવાનું છે.
આપણી આ આંતરિક શોધ થકી આપણી ભૂતકાલીન એવી કેટલીય બાબતો કે જે ભુલાઈ ગઈ હોય, અણદેખી થઈ હોય કે અવગણાઈ હોય એ સઘળી પુન: પ્રત્યક્ષ થઈ જતી હોય છે. આ શોધ થકી વીતી ગયેલી જીવનપળોની યાદદાસ્ત તાજી થતી હોય છે, અહંનો ક્ષય થતો હોય છે, ખોટું સાચામાં પરિણમતું હોય છે, વગેરે…વગેરે.
જાતમાં ઊંડા ઊતરવાની આ સફર ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણે એ તત્ત્વના હાર્દ સુધી પહોંચીએ, એને જાણી લઈએ અને એનું પ્રગટીકરણ કરી લઈએ. આ કક્ષાએ પહોંચ્યા પછી માનવી પરમ શાંતિનો અનુભવ કરી શકે છે.
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
# # # # #
શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –
ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com
બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com
* * * * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો
[…] Click here to read in English […]