Click here to read in English
વ્હાલા વાંચકો,
મારી બ્લોગ કારકિર્દીનાં બે વર્ષ અને ૧૦૦ આર્ટિકલ પૂરા થવા નિમિત્તે સ્થાનિક ટ્રસ્ટ – એસેન્ટ ફાઉન્ડેશન (આદર્શ લાયબ્રેરી)ના ઉપક્રમે અન્ય બે વ્યક્તિત્વો સાથે મે-૨૦૦૯માં સન્માન સમારંભ યોજાયો હતો, ત્યારે વક્તાઓ તરફથી લાગણી સાથેની માગણી થએલી કે મારા કેટલાક અંગ્રેજી આર્ટિકલોનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થાય. આ અગાઉના પ્રથમ ‘માણસનાં કૌટુંબિક દુશ્મનો’ સાથે આ ૩૯ મો અનુવાદિત આર્ટિકલ હું પ્રસિદ્ધ કરી રહ્યો છું અને હજુ પણ ભવિષ્યે મારા મુડ, તંદુરસ્તી અને સમયને આધીન રહીને આગળ વધતો રહીશ. ધન્યવાદ.
લોકવાયકાઓ કે અફવાઓ
અફવા એ સામાજિક દૂષણ છે. તેનો વધારે દુઃખદ ભાગ એ છે કે અફવાને ઊભી કરનારાને આપણે જાણી શકતા નથી હોતા. અફવાના મૂળને શોધી કાઢવું એ નદીના મૂળ સુધી પહોંચવા જેટલું મુશ્કેલ છે. એમ પણ કહી શકાય કે અફવાના સ્રોતને જાણવો એટલે આપણા પોતાના દૂરના પૂર્વજો વિષે જાણવું. આપણે કેટલીક પેઢીઓ સુધી પાછા જઈ શકીએ અને આગળ આપણે ક્યાંક અટકી જવું પડે. લોકવાયકા કે અફવા આગની જેમ ફેલાય છે. વળી જ્યાં આગ હોય ત્યાં પવન તો હોય જ! તે જ પ્રમાણે, જ્યારે અફવા શરૂ થાય છે,ત્યારે તેને કોઈ નિયંત્રિત કરી શકે કે રોકી શકે નહિ. માનવીના મગજની આ પણ એક કમજોરી છે કે જે જણ કોઈપણ અફવાને સાંભળે છે ત્યારે તેમાં અતિશયોક્તિ કરીને જ પછી આગળ પસાર કરે છે. અફવાની સત્યતા હંમેશાં પાંગળી હોય છે કેમ કે તે કોઈની અંગત જાણકારી ઉપર આધારિત નથી હોતી. કોઈકનું વિધાન કોઈ પણ જાતના સંગીન આધાર વગર કેટલીય જીભ અને કાન વચ્ચેથી પસાર થતું થતું સાંભળનાર સુધી પહોંચતું હોય છે. એટલા જ માટે કાનૂની વ્યવસ્થા અર્થાત્ અદાલતો પણ પુરાવાના કાયદાઓ મુજબ આવી અફવા આધારિત જુબાનીને માન્ય ગણતી નથી કારણ કે સાક્ષી સોગંદપૂર્વક તેમ કહેવા અશક્તિમાન હોય છે.
Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]