Click here to read in English
હું વાણીવિનિમયના શાસ્ત્રનો કોઈ નિષ્ણાત નથી; કે વળી કેવી રીતે વ્યક્તિઓ સાથે વાતચીત કરવી અને કેવી રીતે સભાઓને સંબોધવી તેનો માર્ગદર્શક પણ નથી. મને મારી જાત ઉપર દયા આવે છે કે શા માટે હું મારા નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવાનો પ્રયત્ન કરીને બહુ જ ગહન અને વૈજ્ઞાનિક અભ્યાસ સમા વિષયને મારા આજના લેખમાં પસંદ કરી રહ્યો છુ! હું મને પ્રશ્ન પૂછું છું કે, ‘મિ. લેખક (Author), તમે કેવી રીતે હાથમાં તલવાર વગર જ માત્ર બખ્તર ધારણ કરવાની હિંમત કરી રહ્યા છો!’ પણ, હું ‘જે થાય તે ખરું’ ના ખ્યાલ સાથે તૈયાર જ છું. હું અહીં ગુજરાતી સાહિત્યકાર વીર નર્મદના પડકારને યાદ કરું છું, ‘યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે’.
હવે જો હું આપણા ભારતીય રેલવે પ્રધાન શ્રી લાલુપ્રસાદ યાદવને તેમના બજેટ પ્રવચન દરમિયાન તેમણે કહી સંભળાવેલી કેટલીક હિંદી પંક્તિઓના તેમણે જ કરેલા હિંમતભર્યા અંગ્રેજી ભાષાંતર સંદર્ભે તેમને અહીં યાદ કરું તો મારા ભલા વાંચકો મને થોડોક સહી લેશે તેવી આશા સેવું છું. હું મારા વિષયની હદ બહાર જવા માટે દિલગીર છું, પણ તેમના હિંદી પઠનને તમારા મનોરંજન ખાતર તમારી નોંધ બહાર અહીં આપવા મારી જાતને રોકી શકતો નથી.
Tags: Art, Author, લેખ, Conversation, Firestone, life, Literature, love, politics, Social, Yateo's gift
[…] Click here to read in English […]