RSS

(548) ભૂલો કરે તું માનવ (ગ઼ઝલ) – ૯

30 Nov

તકતી – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા (મુઝારીઅ અખરબ)

ભૂલો કરે તું માનવ બહુસંખ્ય જગ મહીં
એ તો ભમાવતી તુજને ખૂબ જગ મહીં

શીખ્યો જરી ન આદમની ભૂલ પારખી
એથી જ તો કરે તું રઝળપાટ જગ મહીં

જન્નત ગુમાવવી જ પડી એક ભૂલથી
બન્યા જ પાયમાલ વ બદહાલ જગ મહીં

શેતાનના ફરેબ થકી છેતરાઇને
ફેંકાવું પડ્યું હાય હવા સાથ જગ મહીં

શેતાન છેતરે તુજને માનવી બની
ઇતબાર કર ન અંધ બની સાવ જગ મહીં

‘માનવ છું, ભૂલ થાય’ કહી એમ જાતને
કરતો ગયો થતી ગઇ ભૂલોય જગ મહીં

અનજાનપણું કરાવતું ભૂલો કદી કદી
એ માફ છે ખચિત જ ભલે થાય જગ મહીં

ભૂલો સતત કરી તું ન નાદાન થા ‘વલી’
આયુષ સકળ સફળ કર થઇ શૂર જગ મહીં

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૧૯૧૧૧૭)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હુંગ્રુપ તા. ૨૧૧૧૧૭)

 

 

 

 

 

 
3 Comments

Posted by on November 30, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,

3 responses to “(548) ભૂલો કરે તું માનવ (ગ઼ઝલ) – ૯

  1. સુરેશ

    November 30, 2017 at 4:20 pm

    ભૂલો સતત કરી તો શું થઈ ગયું સુજા? ’
    જોયા કરો જે થાય છે, અપનાવી લો સમો આ.

    Like

     
    • Valibhai Musa

      November 30, 2017 at 7:36 pm

      સમો સમાનું કામ કરે છે, ભઈલા!

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: