RSS

(311) છેલ્લો એક પાસો!

16 Jan

હાસ્ય ટુચકા હરીફાઈમાં એક કલાકાર સાવ નિષ્ફળ ગયો; કેમ કે તેણે ઉપરાઉપરી નીચેના ત્રણ ટુચકા કહી સંભળાવ્યા, છતાંય ઓડિયન્સમાં કોઈ એક જણ પણ હસ્યું નહિ.

(1) હું હાસ્યકલાકાર, હાસ્યકલાસ્કુટર કે હાસ્યકલાખટારો નથી; પરંતુ હાસ્યકલાસાઈકલ છું! પેટ્રોલિયમ પેદાશોના અસહ્ય ભાવવધારાને જોતાં હું જે છું તે બરાબર છું અને મને તે હોવાનો પૂર્ણ સંતોષ છે.

(2) હું મારા નોકરીના સ્થળે ચાલતો જ જાઉં છું, વળતાં સાથી કર્મચારીના સ્કુટરે લિફ્ટ લઉં છું. પેટ્રોલનો મોંઘો ભાવ પોષાતો ન હોઈ સ્કુટર ઘરે પડ્યું રાખું છું. આમ મહિનેદહાડે પાંચસોએક રૂપિયાની પેટ્રોલની બચત થવા ઉપરાંત બીજા બારસો પદરસો રૂપિયાની બચત એક બીજી રીતે પણ થાય છે. ઓફિસે ચાલતા જતી વખતે એક દિવાલ ઉપર હું પાનની પિચકારી મારતો નથી, કેમ કે હું પાન ખાતો જ નથી. આમ મહિને પાન ન ખાવાની ત્રણસોએક રૂપિયાની બચત અને દિવાલ ઉપર પિચકારી ન મારવાની રોજની પચાસ રૂપિયાની બચત આસાંનીથી થઈ જાય છે. દિવાલ ઉપર સ્પષ્ટ સૂચના લખેલી છે કે “અહીં પાન ખાઈને પિચકારી મારનાર પાસેથી પચાસ રૂપિયા દંડ લેવામાં આવશે.”

(3) અમારા ગામનો એક ખેડૂત સાંજે ખેતરેથી ઘોડા ઉપર બેસીને ઘરે પાછો ફરતો હોય છે, પણ ઘાસનો ભારો માથે ઊંચકી રાખતો હોય છે. તેને આમ કેમ એવું પૂછવામાં આવતાં તે બે કારણો આપે છે. (1) ઘોડો સવારી માટે છે, નહિ કે ભાર ઊંચકવા માટે, અને; (2) ઘાસનો ભારો મારા માથે હોય તો બિચારા ઘોડાને એટલો ભાર ઓછો લાગે!

એક એકથી ચઢી જાય તેવા ઉપરોક્ત ત્રણેય ટુચકાઓ સંભળાવ્યા છતાં ઓડિયન્સમાંથી જ્યારે કોઈ પણ ન હસ્યુ, ત્યારે હાસ્યકલાસાઈકલે આખરે છેલ્લો એક પાસો ફેંક્યો. પોતાના હાથે જ પોતાની પીઠ થાબડતાં બોલ્યો, “શાબાશ, ઓડિયન્સને ન હસવા માટે હિપ્નોટાઈઝ કરવામાં આખરે તું સો ટકા સફળ થયો ખરો!”

…. અને ઓડિયન્સ ખડખડાટ હસી પડ્યું.

-વલીભાઈ મુસા

 
5 Comments

Posted by on January 16, 2012 in લેખ, હાસ્ય, gujarati

 

Tags: , , ,

5 responses to “(311) છેલ્લો એક પાસો!

  1. સુરેશ જાની

    January 16, 2012 at 2:15 pm

    તમારી કલ્પના શક્તિથી તમે અમને સમ્મોહિત કરી દીધા.
    સલામ…

    Like

     
  2. Valibhai Musa

    February 17, 2012 at 5:41 pm

    (૩૧૪) ‘આદતસે મજબુર!’ હાસ્ય કોયડાનો ખુલાસો :-

    બ્લોગરના કોથળામાંના બિલાડાની ખાસિયતો આ પ્રમાણે છે :-
    (૧) ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ શહેરની આ વાત છે.
    (૨) તહજીબ (શિષ્ટાચાર) માટે ત્યાંના લોકો મશહુર છે.
    (૩) અહીં બંને ઈસમો તહજીબની આદતથી મજબુર છે.
    (૪) પૂરી બાત સમઝનેકે લિએ અકલમંદોકો ઈતના ઈશારા કાફી નહિ રહેગા ક્યા!

    – વલીભાઈ મુસા

    Like

     
  3. shahin kazi

    February 23, 2012 at 4:06 am

    છેલ્લા પાસા થી સંમોહિત !!!

    Like

     
  4. dhavalrajgeera

    February 24, 2012 at 4:25 am

    As we like it is in Hasyadarbar too.
    Valibhai in winter is like Spring…
    Like Bhai Suresh, On the very same Birthday at Midnight On ShivRatri…
    Shvaji came out and Married Parvati… On Monday,
    21212….

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org ..

    Like

     
  5. M.D.Gandhi, U.S.A.

    February 24, 2012 at 5:41 am

    nice joke.

    Like

     

Leave a reply to shahin kazi Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.