તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગા (રમલ મુસદ્દસ મહઝૂફ)
જન્મદિવસે વર્ષ મોટો થાઉં છું,
શેષ વયમાં વર્ષ છોટો થાઉં છું.
ઉંમરે મોટા થવાથી શું વળે?
છેવટે હું સાવ ખોટો થાઉં છું.
ધ્યેય વણ આ જીવવું શા કામનું?
પીઠિકાવણનો હું લોટો થાઉં છું.
ફક્ત ખાવું ઘોરવું ના જિંદગી,
એ થકી તો માત્ર પોટો થાઉં છું.
જીવવું ગર જાત કાજે થાય તો,
બેસણે હું સ્થૂળ ફોટો થાઉં છું.
પણ ‘વલી’ મોટાઇ ચાહે, દે કહી,
લોકહૈયે સૂક્ષ્મ ફોટો થાઉં છું.
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૨૮૧૧૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)
pravinshastri
December 12, 2017 at 3:10 am
ગઝલના બંધારણનું સાહિત્યિક જ્ઞાન તો નથી; પણ આપે જે વાત શબ્દોમાં ગુંથી તે મને ઘણી જ ગમી.
LikeLike
સુરેશ
December 13, 2017 at 3:37 pm
ગાલગાગા ગાલગાગા ગાલગા
લોટ ફાકું , લોટતો ચાલ્યા કરું
લે! કરે લોટો, રે! લોટો થાઉં છું.
LikeLike