માનવીય સંબંધો નાજુક હોય છે. અસહિષ્ણુતા, ગેરસમજ, અપમાનજનક વર્તન, ઈર્ષાભાવ, સ્વાર્થવૃત્તિ, ખેલદિલી કે ક્ષમાવૃત્તિનો અભાવ, તેજોદ્વેષ કે તેજોવધ, બિનતંદુરસ્ત સ્પર્ધા, જીદ, મતભેદ અને તેમાંથી મનભેદ, છેતરપિંડી, ચાડીચુગલી, નિંદા, વિશ્વાસઘાત આદિ એવાં નકારાત્મક પરિબળો છે જે માનવીય સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. આજનો દોસ્ત કાલે દુશ્મન બની જાય, મધુર દાંપત્યજીવન ભગ્નસ્થિતિએ પહોંચે, પાડોશી ભવોભવનો દુશ્મન બની જાય, સહકાર્યકરો બાખડી પડે, અજાણ્યાઓ સાથે પણ ક્લેશ થાય; આ બધાં વણસેલા કે વણસતા જતા સંબંધોનાં કેટલાંક ઉદાહરણો છે.
આવા વણસેલા સંબંધોને કોઈ એક પક્ષ પુન: સ્થાપિત કરવા વિના વિલંબે પ્રયત્ન કરે તો ધાર્યું પરિણામ મળી શકતું હોય છે, કેમ કે એ કડવાશ જામીને ઘટ્ટ થઈ નથી હોતી. ઘણીવાર એવું પણ બની શકે આવી ઉતાવળ સંબંધોને વધુ વણસાવે, કેમ કે બંને પક્ષ અબોલાની સ્થિતિમાં થોડોક વધુ સમય ન રહ્યા હોઈ એકબીજા પ્રત્યેનો પહેલાંનો મધુર સંબંધ તેમને સાલતો નથી. આ મુદ્દો “Relations or persons are valued high when they are away from us.”ના સંદર્ભે સારી…
View original post 680 more words
One response to “(૫૧૭) મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા”