RSS

(193) એક સજ્જનનું મૃત્યુ

04 Jun

Click here to read in English

હું આજે એક એવી પ્રતિભાશાળી વ્યક્તિ વિષે વાત કરવા જઈ રહ્યો છું, જે આજે આ દુનિયામાં હયાત નથી. ટૂંકમાં હું કહી શકું કે તેઓ પોતાના સમયના સ્થાનિક Hero (નાયક) હતા. મારા તેમની સાથેના સંબંધોની કોઈ વ્યાખ્યા ન આપી શકાય, તેમ છતાંય એને ‘મિત્રતા’ એવું નામ તો જરૂર આપીશ. તેઓ હતા કાણોદરના વતની શ્રી અહમદભાઈ પલાસરા કે જે માત્ર 44 વર્ષની યુવાવયે અવસાન પામ્યા હતા. એ વખતે મેં મરહુમના સંયુક્ત પરિવારને સંબોધતો એક દિલાસાપત્ર લખ્યો હતો. મરહુમના કુટુંબીજનોની પૂર્વ સંમતિથી હું એ આખોય પત્ર અહીં રજૂ કરું છું, જે મરહુમને સારી રીતે સમજવા માટે સ્વયં સ્પષ્ટ અને પૂરતો છે.

“મરહુમ જનાબ અહમદભાઈનાં કુટુંબીજનો,

અમે અહમદભાઈના અકાળ અને અચાનક અવસાન બદલ અત્યંત દિલગીરી અનુભવીએ છીએ. વળી અમે આશા રાખીએ છીએ કે અમારા આશ્વાસનના આ સંદેશાથી આપ સૌને જરૂરથી હૂંફ અને દિલાસો મળી રહેશે.

આ દુખ:દાયક પળોમાં અમે માસુમીન (અ.સ.)ના વસીલાથી સર્વશક્તિમાન અલ્લાહને દુઆ કરીએ છીએ કે મરહુમની રૂહને તેના પસંદ કરેલા બંદાઓની રૂહની વચ્ચે, માસુમીન (અ.સ.)ની રૂહોના સાન્નિધ્યમાં તથા એવી રૂહો કે જે તેની દયા અને ખુશનૂદીનો આનંદ માણે છે એ તમામ સાથે જન્નતમાં આલા દરજ્જો નસીબ થાય. (આમીન). ખરે જ, આપણે અલ્લાહ તરફથી આવ્યા છીએ અને આપણે તમામ તેના જ તરફ પલટીને પાછા જવાના છીએ. (ઈન્ના લિલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઉન.)

હવે મરહુમની રૂહ જન્નતનાં સુખ અને શાંતિ માટે આપણી દુઆઓ અને તેમની પાછળ કરવામાં આવતી સખાવતો (પુણ્યનાં કાર્યો)ની મોહતાજ છે. અમે આશા રાખીએ છીએ કે આપ સૌ આપણા ઈમાન (શ્રદ્ધા)ના સહારે સમજદારી કેળવીને વાસ્તવિકતાનો સ્વીકાર કરશો. આપનાં સર્વે કુટુંબીજનો મરહુમની ખોટને ભૂલી શકશે તો નહિ; પણ સમય જતાં, ઈન્શા અલ્લાહ (If God wills), મરહુમના વિયોગનું દુ:ખ હળવું તો થશે જ.

આપણા કૌટુંબિક અને ધંધાકીય સંબંધોના કારણે અહમદભાઈ અને મારે પ્રસંગોપાત કલાકો સુધી સાથે બેસવાનું થતું અને અમે અંગત બાબતો ઉપરાંત માનવજીવનને સ્પર્શતી કેટલીય બાબતોની ચર્ચા કરતા. તેમની પાસે પોતાની મૂંઝવણભરી અંગત સમસ્યાના નિવારણ માટે આવનારી કોઈપણ વ્યક્તિ માટે તે મિત્ર, તત્વદર્શી અને અને માર્ગદર્શક બની રહેતા. તેઓ ઈશ્વરદત્ત વિચક્ષણ બુદ્ધિ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા. કોઈ પણ જાતની સમસ્યાઓનો ઉકેલ તેમની જીભના ટેરવે જ રહેતો. હું મારા જીવનમાં અસંખ્ય વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો છું, પણ અહમદભાઈ જેવી જવલ્લે જ કોઈ વ્યક્તિ મને સાંપડી છે કે જે સાલસ, અત્યંત લાગણીશીલ, દીર્ઘદૃષ્ટિવાળી અને સરળ હૃદયની હોય.

જ્યારે ઘણા લોકો કલ્પનાની પાંખે ઊડતા જોવા મળતા હોય છે, ત્યારે અહમદભાઈ હંમેશાં પરિણામલક્ષી, દૃઢનિશ્ચયી અને વિચારોને કાર્યાન્વિત કરનારા માણસ તરીકે મને અને તેમના સંપર્કમાં આવનાર સૌ કોઈને માલુમ પડ્યા છે. આપણને રડતા-કકળતા મૂકીને તેમનું આપણી વચ્ચેથી ચાલ્યા જવું એ આપણે એવું મહેસુસ કરીએ છીએ કે જાણે કે આપણા પગ નીચેથી ધરતી સરકી ન ગઈ હોય! આમ છતાંય આપણી મજહબી અને ખાસ કરીને આપણા સમુદાયની વિચારધારા આપણને શીખવે છે કે આપણે આપણી જાતને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત કરવી જોઈએ.

આ પત્રના સમાપને હું સહૃદયતાપૂર્વક આપ સૌને કહું છું કે આપને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારા પક્ષે અમારા લાયક કોઈ પણ કામકાજ હોય તો તે બતાવતાં જરાય અચકાશો નહિ, કેમ કે આપણાં બંને કુટુંબો પારસ્પરિક એવા તાણાવાણાથી ગુંથાએલાં છે કે તેવું કોઈ કામ ચીંધવું તે આપનો હક્ક બને છે અને તેને પાર પાડવું તે અમારી ફરજ બને છે.

હૃદયની ગહન લાગણીઓસહ,

મુસા પરિવાર અને યુનિકોર્ન ગ્રુપ ઓફ બિઝનસ, વતી

વલીભાઈ મુસા

તા. ૨૯-૦૭-૧૯૯૭

નોંધ : –

છેલ્લે મારા બ્લોગના વાચકોને આ પ્રમાણેનો એક સંદેશો આપું છું કે “અલ્પ પણ ગુણસભર જિંદગી, વર્ષોમાં માપવામાં આવતી લાંબી જિંદગીથી અનેકગણી બહેતર છે.”

Translated from English version titled as “The Demise of a Gentleman” published on May 15, 2007

 
 

Tags: , , , , , , , , ,

11 responses to “(193) એક સજ્જનનું મૃત્યુ

 1. DR. CHANDRAVADAN MISTRY

  June 4, 2010 at 2:51 pm

  તેમ છતાંય એને ‘મિત્રતા’ એવું નામ તો જરૂર આપીશ. તેઓ હતા કાણોદરના વતની શ્રી અહમદભાઈ પલાસરા કે જે માત્ર 44 વર્ષની યુવાવયે અવસાન પામ્યા હતા……
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  વલીભાઈ,
  જુની પોસ્ટ આજે વાંચી……જુનની ચોથી તારીખ એ સાથે અહમદભાઈને સંબંધ છે..આજે જ એમની યાદ તાજી કરી એમને “શ્રધ્ધાજંલી” આપવાની તક લૌં છું !
  >>>>>ચંદ્રવદન્
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai, You must have received my Email….Hope to see you on Chandrapukar !

  Like

   
 2. Rajendra M.Trivedi, M.D.

  June 4, 2010 at 5:35 pm

  “અલ્પ પણ ગુણસભર જિંદગી,
  વર્ષોમાં માપવામાં આવતી લાંબી જિંદગીથી અનેકગણી બહેતર છે.”

  સાચુ ને સરળ.
  આ સત્ય ડોકટર તરીકે મે ભારત, યુરોપ ને અમેરીકાના જીવનને વિદાય વેળા પહેલા કેટલાક ભર યુવાન વય ને બાળકો પાસેથી શિખ્યો છુ.
  નવ કરશો કોઈ શોક રસીકડા નવ કરશો કોઈ શોક.
  મ્રુત્યુ મરી ગયુ રે લોલ.
  Live a short but sweet like and enjoy the rest of the time before meeting Death with Quelity of life.
  There is one death in life so take it with smile.

  રાજેન્દ્ર ત્રિવેદી
  http://www.bpaindia.org

  Like

   
 3. pragnaju

  June 4, 2010 at 6:06 pm

  થોડી શ્રધ્ધાંજલી પંક્તીઓ
  दिये रौशन किये मन्दिर में काबे के चिराग़ों से

  हज़ारों जन्नतें आबाद कर दीं दिल के दागों से

  वह मिरासे जहां वह ख़ुल्द का पैगाम आता है

  दकन की सरज़मीं पर ज़िन्दगी का जाम आता है

  मरहम नहीं ईसके जखमका जहान में

  समशीए हीज्र से हुआ है फिगार दिल.

  Like

   
 4. mahejabin

  June 5, 2010 at 12:05 am

  masa tamara kaheva mujab khot manas ni bhuli shakati nathi? hu jyare 1 year & 8 mnths. ni hati tyare kaka mane emni jode ahmedabad raheva mate lavela , maru bachpan kaka jode j vityu, i was really close with him.hu vadhare nahi lakhi shaku, tamaro letter read karvathi juni yaado taji thai gayi. thank you a lot to remember me great old memories……..

  Like

   
 5. Sharad Shah

  June 5, 2010 at 6:26 am

  यह जहां तो मधुशाला है;
  बस पीना और पीलाना है.
  यहां आना और जाना है;
  बस खुश्बु छोड जाना है.
  શરદ

  Like

   
 6. Harnish Jani

  June 8, 2010 at 2:34 pm

  સૌજન્ય, 60+ ગુજરાતીઓ ગૂગલ ગ્રુપ …

  વલીભાઇ વાંચતા હ્ર્દય દ્રવી ઉઠ્યું-તમારી કલમને સલામ.

  Like

   
 7. પટેલ પોપટભાઈ

  June 14, 2010 at 1:05 am

  મા. શ્રી વલીભાઈ

  એ બધા સજ્જ્નો છે. જેમને “મરહુમ જનાબ અહમદભાઈ” જેવા સજ્જ્નો પોતાના જીવનમાં મળે છે.

  આજે મોડે મોડે પણ સજ્જન ને અહમદભાઈને અમારી શ્રધાંજલી.

  Like

   
 8. Shamim Palasara

  June 22, 2010 at 1:32 am

  Ahmedbhai Palasara is my father in law and my papa and he was very a close friend of you….so when the matter of my engagement with his son came…u know my first excitement was i can live with a person like him…..but i was not lucky enough to stay with him as such he expired before our marriage … death and this sorrow are always in my heart that i can’t stay with him…..anyway, all this is wish of GOD….but your article reminds me all those memories and to all who know my father in law well…thank u very much for such good article…..

  Like

   
 9. સુરેશ જાની

  June 28, 2010 at 9:36 pm

  એવું કેમ કે, સારા માણસો વહેલા જાય છે?

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: